જ્યારે કોઇ વ્યક્તિ સાન ફ્રાન્સિસ્કોના સંબંધમાં વિચાર કરે છે ત્યારે તેના મનમાં એક એવા શહેરનુ ચિત્ર ઉપસી આવે છે જ્યાં વિક્ટોરિયન અને આધુનિક વાસ્તુકળાનુ સંગમ થયેલુ છે. બહુસાંસ્કૃતિક વસ્તી અને ખુશનુમા માહોલ અને વાતાવરણના કારણે આ શહેર તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તેન કેટલીક વિશેષતાના કારણે આજે સાન ફ્રાન્સિસ્કો દુનિયાના ટોપ પ્રવાસી સ્થળ પૈકીના એક તરીકે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાભરના દેશોમાંથી અહીં આવતા રહે છે. અહીં કેટલાક શાનદાર સંગ્રાહલય છે. અહીં મોટી સંખ્યામાં સ્મારક પણ જાવાલાયક છે. જેમ કે ગોલ્ડન ગેટ બ્રિજના સંબંધમાં તો કહેવામાં આવે છે કે આના પુલનુ નર્માણ હવે કરી શકાય નહી. આ જ કારણસર આ દુનિયાના સાત અજુબા પૈકી એક તરીકે છે.
આ પુલનુ નિર્માણ કરવાની બાબત સરળ ન હતી. કઠોર પવન, ધુમ્મસ અને જોખમ ભરેલા અનેક પડકારો વચ્ચે આ પુલને વર્ષ ૧૯૩૭માં શરૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે ઐતિહાસિક બંદરની પાસે પિયર ૩૯ સ્થિત છે. અદ્ભુત નજારા અને દરિયાઇ સીલથી લઇને ચાઉડર બ્રેડ બાઉલ સુધી આપની યાત્રા પિયર ૩૯થી શરૂ થાય છે. એમ કહેવામાં આવે છે કે આ સાન ફાન્સિસ્કોમાં સૌથી વધારે લોકો દ્વારા જોવામનાં આવતી જગ્યા પૈકી એક જગ્યા છે. જ્યાં શહેર અને અખાતના નજારાને જોઇ શકાય છે. શાનદાર ભોજન પણ તમામને આકર્ષિત કરે છે. મનોરંજન અને ખરીદારીના વિકલ્પ તો રહેલા જ છે. પિયરના પ્રવેશ દ્વારા પર અખાતના એક્વેરિયમ છે. જે સાન ફ્રાન્સિસ્કોની ખાડીની નીચે જીવનમાં ન ભુલી શકાય તેવો નજારો રજૂ કરે છે. પિયર ૩૯ અહીંના માછીમારોના ઘાટ, બીચ સ્ટ્રીટ અને એમ્બર કેડરો પર સ્થિતછે. પ્રવેશ દ્વારા પ્લાજાથી સીધી રીતે અંદર આવવાની સ્થિતીમાં ગેરેજમાં પાર્કિગની સુવિધા પણ મળે છે. પિયર ૧૫ના નવા બદર પર બનાવવામાં આવેલા એક્સપ્લોરેટોરિયમ પણ ઓછા શાનદાર તરીકે નથી. સીએનએન દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં તમામ વયના લોકોને ૬૦૦ પ્રદર્શની વસ્તુ સ્પર્સ કરવા, તપાસ કરવા અને રમવા માટેની તક આપે છે. ફરતા ફરતા જા ભુખ લાગે તો તેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છ.
એક્સપ્લોરેટોરિયરમની અંદર જ કેફે અને વોટર ફ્રન્ટ રેસ્ટોરન્ટ છે. જે સિઝનલ અને ઓછા સસ્તા ભોજનની સુવિધા સરળ રીતે ઉપલબ્ધ છે. ઇટાલિયન વિરાસતથી સમૃદ્ધ નોર્થ બીચ પર જેજ ક્લબ, આર્ટ ગેલેરી અને ગેસ્ટ હાઉસની સુવિધા રહેલી છે. ફેમિલી રેસ્ટોરન્ટ અને જિલાટો પાર્લર પણ છે. કેપેચીનો અને એસ્પ્રેસોના શોખ ધરાવતા લોકો માટે પણ અહીં કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લાઇવ સંગીત પણ તમામ લોકોને રોમાંચિત કરે છે. સવારે વોશિગ્ટન સ્કવાયરમાં લોકો રોજ તાઇ ચીમાં અભ્યાસ કરે છે. ટેલિગ્રાફ હીલ પર કોઇટ ટાવરથી અદભુત નજારા દેખાય છે. વર્ષ ૧૯૩૩માં ૩૦ કલાકારોએ તેના ગ્રાઉન્ડ ફ્લોરની દિવાળો પર ચિત્ર બનાવવ્યા હતા. આ પહાડી ફિલ્બર્ટ અને ગ્રીન વીચના માર્ગોની સાથે સાથે ગ્રીન બાગ બગીચાથી જાડાયેલી છે. જા તમે અસલી કેલિફોર્નિયાને જાવા માંગો છો તો ધ ઓરિજિનલ રોડ ટ્રીપનો અનુભવ કરી શકો છો.
સ્વિમીંગ માટે દરિયાઇ કાઠા પર અને પ્રશાંત મહાસાગરના મનોરમ નજારાને જાઇ શકો છો. રોમાંચક બાબત એ છે કે અહીં તાપમાન અને પરિસ્થિતી કલાકે કલાકે બદલાઇ જાય છે. શહેરના જુદા જુદા હિસ્સામાં અલગ અલગ તાપમાન હોઇ શકે છે. હમેશા મોટા ભાગે અહીં આદર્શ વાતાવરણ રહે છે. જા કે આ જગ્યાએ પ્રવાસમાં જતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. દરેક પ્રકારના સાધન અને વ†ો સાથે રાખવામાં આવે તે પણ જરૂરી છે. પ્રવાસીઓ માટે આ જગ્યાએ ફરવા માટેની એક આદર્શ જગ્યા તરીકે ગણી શકાય છે. સાથે સાથે દુનિયાના દેશોમાંથી લોકો અહીં પહોંચી પણ રહ્યા છે.