વેલેન્ટાઈનમાં પાર્ટી હોય કે ડેટ પર જવાનું હોય, દરેકની પહેલી પસંદ રેડ હોય છે. આમ પણ પ્રેમનો રંગ અને પ્રેમીને એ જ રંગમાં રંગાવા તૈયાર થતી યુવતિઓ પણ રેડ કલર પર પોતાની પસંદગી ઉતારે છે. તો ચાલો જોઈએ આ વર્ષે વેલેન્ટાઈમાં કેવા પ્રકારનાં ડ્રેસીસ ટ્રેન્ડમાં છે.
જો તમે વેલેન્ટાઈન પર દિવસનાં ફન્કશનમાં કે ડેટ પર જવાનાં હોવ તો આ નેટવાળું આઉટફીટ તમારા માટે પરફેક્ટ ચોઈસ છે. આઉટડોર માટે પણ આ પ્રકારનાં ડ્રેસ પહેરી શકાય.
કોલેજમાં કે ઓફિસમાં વેલેન્ટાઈન ડેનું ફન્કશન હોય તો આ પ્રકારનાં હોલ્ટર નેકવાળા લોન્ગ ગાઉન તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
ઈવનીંગ પાર્ટી કે વેલેન્ટાઈન સ્પેશિયલ ડિનર ડેટમાં આપ આ પ્રકારનું લોન્ગ ફ્રીલવાળું ગાઉન કે મેક્સી પહેરી શકો છો. તો આજે વેલેન્ટાઈની સ્પેશિયલ મોમેન્ટ આપ પણ આ પ્રકારનાં એટ્રેક્ટિવ ડ્રેસ પહેરીને મનાવો.