તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેજિટેરિયન ડાઈટ કિડની માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. કિડનીના રોગના દર્દીઓને ઘણી તકલીફથી વેજિટેરિયન ડાઈટ બચાવી શકે છે અને મદદરૂપ થઈ શકે છે. વેજિટેરિયન ડાઈટના મામલામાં અગાઉ પણ ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જે ઘણા યોગ્ય તારણો આપે છે. શરીરમાં ફોસ્ફરસના ટોક્સીક પ્રમાણને ઘટાડવામાં વેજિટેરિયન ડાઈટ ઉપયોગી સાબિત થાય છે. કિડની રોગના દર્દીઓને ફોસ્ફરસના હિસ્સાને મર્યાિદત રાખવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. કારણ કે મિનરલના ઊંચા સ્તરથી હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે. મોતનું સંકટ પણ રહે છે. કિડનીના રોગ સાથે ગ્રસ્ત દર્દીઓ માટે ઓછા ફોસ્ફરસના ડાઈટને જાળવી રાખવાની સલાહ મેડિકલ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી મહત્વપૂર્ણ વિગતો સપાટી પર આવી છે.
અમેરિકામાં ઇન્ડિયાના યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં જાણકાર નિષ્ણાંત અને આ અભ્યાસ સાથે સંકળાયેલા સેરોન મોઈએ કહ્યું છે કે કિડની સાથે ગ્રસ્ત નવ દર્દીઓમાં ફોસ્ફરસના પ્રમાણ અંગે વેજિટેરિયન અને માંસ આધારિત ડાઈટની અસર પર અભ્યાસને ધ્યાનમાં લઈને તારણો આપવામાં આવ્યા છે. દર્દીઓને એક સપ્તાહ સુધી વેજિટેરિયન અથવા તો માંસ આધારિત ડાઈટ અનુસરવા કહેવામાં આવ્યું હતું. આ ડાઈટ બાદ બંને ડાઈટ લેનાર લોકોના બ્લડ અને યુરિન સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ બંને ડાઈટમાં છે પરંતુ પરિણામમાં ઘણી મહત્વની વિગતો જાણવા મળી હતી. સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાઈટમાં પ્રોટીનનું પ્રમાણ કિડની સાથે ગ્રસ્ત દર્દીઓમાં ફોસ્ફરસના સ્તર પર મહત્વપૂર્ણ અસર કરે છે. ક્લીનીકલ જર્નલ ઓફ અમેરિકન સોસાયટી નેફ્રોલોજીના નવા ઇસ્યુમાં આ મુજબની વાત કરવામાં આવી છે.