નમસ્કાર દોસ્તો,
સમય આવી ગયો છે હવે એ બાબત વિશે સમજવાનો અને એક રીતે પૂર્વ તૈયારી કરી લેવાનો કે જ્યારે તમે જાણી લો છો કે તમારો કથિત પ્રેમસંબંધ એક એવા મુકામ પર આવી ચૂક્યો છે જ્યાં તેને આગળ વધવા માટે કોઈ જ અવકાશ નથી ત્યારે એ સંજોગોમાં પોતાના દિલો દિમાગને કેવી રીતે સ્ટેબલ રાખવું…હું અંજામ ફરીથી એક વાર લઈને આવી રહ્યો છું એક નવા વિષયને તમારી સમક્ષ, તમારી સાથે જ વાત કરવા માટે….તો ચાલો સમજીએ પ્રિ-બ્રેકઅપ સ્ટ્રેસ વિશે અને તેમાંથી છૂટકારા મેળવવાના રસ્તા વિશે.
સૌથી પહેલા તો એ સમજી લઈએ કે આ પ્રિ-બ્રેકઅપ સ્ટ્રેસ છે શુ…. જ્યારે તમે કોઈ વ્યક્તિને સાચા દિલથી ચાહતા હોવ, તેને પામવા માટે (અહી પામવું એટલે આજીવન સંબંધ સ્થાપવા સંગત) એટલી પ્રાર્થના કરતા હોવ જેટલી તમે કોઈના માટે ન કરી હોય, તેના માટે આખી દુનિયા સામે લડવા તૈયાર થઈ જતા હોવ અને તમને જાણવા મળે કે કાં તો એ વ્યક્તિને તમારાથી, તમારી લાગણીઓથી કે તમારી ચાહતથી કોઈ જ ફરક નથી પડતો અથવા જો કોઈ ફરક પડે છે તો તે એવા પરિસ્થિતિમાં છે કે જેમાં તે તમારી તરફદારી કરી શકે તેમ નથી અને તમારો એકતરફી સંબંધ તૂટવાના આરે છે, ત્યારે તમારું મન એ સ્ટેટમાં પહોંચી જશે કે તમે પોતાની જાતને સખત તાણમાં અનુભવો છો. બસ, આ જ છે પ્રિ-બ્રેકઅપ સ્ટ્રેસ.
આ સિવાય પણ તેના ઘણા બધા લક્ષણો છે જેવા કે મનમાં ઉચાટ રહ્યા કરે, પોતાને એવી બાબતોથી ઘેરાયેલા અનુભવવું જેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન મળતો હોય અને સતત કોઈ એવા મિત્ર કે વ્યક્તિની તલાશ રહેવી કે જેની સાથે તમે તમારી દ્વિધા વ્યક્ત કરીને તમારી આશંકાઓમાંથી પોતાને મુક્ત કરી શકો.
હવે, વાત કરીએ આ સમસ્યામાંથી બહાર નીકળવાની. સૌથી સામાન્ય સમાધાન એ છે કે કોઈ જ બાબતની કે પ્રતિભાવની અપેક્ષા રાખ્યા વગર સંબંધની શરૂઆત કરવી. જ્યારે તમને ખબર જ નથી કે જે વ્યક્તિ માટે તમે વિચારી રહ્યા છો કે વાત કરી રહ્યા છો, તે તમારા માટે કોઈ પણ પ્રકારની લાગણીઓ ધરાવે છે કે નહિ તો તેની પાસેથી કોઈ પણ પોઝિટીવ જવાબની અપેક્ષા રાખવી એ નરી મૂર્ખાઈ છે. સ્વાભાવિક વાત છે જ્યાં સુધી કોઈ વ્યક્તિ તમને પૂરી રીતે જાણશે નહિ કે સમજશે નહિ ત્યાં સુધી તે તમારા માટે કોઈ પણ હકારાત્મક અભિગમ નહિ જ આપી શકે, પછી ભલે ને ચાહે સમાજમાં તમારી છબી કેટલી પણ સ્વચ્છ કેમ ન હોય. જરૂરી એ પણ નથી કે તમને સંપૂર્ણ રીતે જાણી ગયા પછી એ તમને સ્વીકારી જ લે કારણ કે શક્ય છે કે તમારી કોઈ આવડત, ખૂબી કે આદત તેને અનુકૂળ ન આવતી હોય. આવા સંજોગોમાં રિલેશનશિપને ઈલાસ્ટિકની માફક છોડી દો. Make it FLEXIBLE. પ્રયત્નો કર્યા મુક્ત કરી દો એ પાત્રને તમારા સંલગ્ન નિર્ણય લેવા માટે. જો એ તમને સમજશે, તમારા વ્યક્તિત્વને જાણશે, પિછાણશે, તમારા સંઘર્ષને સમજશે તો એ જરૂર તમારી તરફ વળશે અને જો નહિ તો એ સંબંધને ત્યાં જ પૂર્ણવિરામ મૂકી પૂરો કરી દેવામાં મજા છે. હા, જો સામી વ્યક્તિ તમને જાણ્યા અને પારખ્યા પછી તમારી સાથે મિત્રતા રાખવા ઈચ્છે છે તો એ તમારી સમજદારી પર નિર્ભર કરે છે કે તમે મિત્રતાના સંબંધને આગળ વધારો છો કે કેમ. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે જે વ્યક્તિ સાથે તમે દોસ્તીનો સંબંધ રાખો એની પાસેથી પ્રેમસંબંધની અપેક્ષા કદી ન રાખતા, જેના બે કારણ નીચે મુજબ છે.
કારણ 1 – IT WILL HURT ONLY, WHEN YOUR ASPIRATIONS TURNS INTO EXPECTATIONS. જ્યારે તમારી આંકાક્ષાઓ અપેક્ષામાં બદલાઈ જશે અને તમને ધાર્યુ પરિણામ મહિં મળે ત્યારે તમે સંપૂર્ણ રીતે તૂટી જશો.
કારણ 2 – દુનિયામાં 100 માંથી 99.99 ટકા દોસ્તી એ જ સંજોગોમાં તૂટે છે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે.
આના કરતા સારું રહેશે કો કાં તો દોસ્તીનો સંબંધ પૂરેપૂરી ઈન્ટગ્રિટી સાથે નિભાવો અથવા સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને આગળ વધો. ચાલો મળીશું, આવતા સપ્તાહે…આ કોલમના નવા અને અંતિમ પડાવ – પ્રેમસંબંધમાં અંત સાથે…
- આદિત શાહ