અનુષ્કા શર્માની થ્રીલર ફિલ્મ ‘પરી’ નું ટ્રેલર ટીઝર રીલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલીવુડમાં પોતાના પ્રોડક્શન હેઠળ નિર્માણ થઇ રહેલી મૂવી પરીનું પોસ્ટર થોડા જ સમય પહેલા રજૂ કરવામાં આવ્યું છે. બોલિવુડ સુપરસ્ટાર અનુષ્કા શર્માને ચમકાવતી ફિલ્મ પરીનું ટ્રેલર ટીઝર રજૂ કરવામાં આવ્યું છે, જે ૩૦ સેકન્ડનું છે. આ વીડિયો જોતા એવું લાગી રહ્યું છે આ એક હોરર થ્રિલર મૂવી છે. આ ટીઝર હાલમાં ખૂબ જ જોવાઇ રહ્યું છે.

પરીએ અનુષ્કા શર્મા પ્રોડક્શનની ત્રીજી ફિલ્મ છે. આ મૂવીમાં અનુષ્કાના કો-સ્ટાર છે રજત કપૂર અ પરંબ્રાતા ચેટર્જી. પરીનું દિગ્દર્શન પ્રોશિત રોય દ્વારા કરવામાં આવ્યું છે. તેની સંભવિત રિલિઝ તારીખ ૨ માર્ચ માનવામાં આવી રહી છે.

જુઓ પરીનું ટ્રેલર ટીઝરઃ 

તમને આ ટ્રેલર ટીઝર ગમ્યું હોય તો કોમેન્ટ કરો.

Share This Article