અમદાવાદમાં જોવા મળશે ત્રણ અસામાન્ય ચંદ્ર ગ્રહણ ઘટનાઓ
સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ – ૩૧ જાન્યુઆરી ૨૦૧૮
“સુપર મૂન – બ્લ્યુ મૂન – બ્લડ મૂન – કોપર મૂન – ગ્રહણ”
સુપર મૂન – બ્લ્યુ મૂન – બ્લડ મૂનની ત્રણ અસમાન્ય ગ્રહણ ઘટનાઓ આ ૩૧ જાન્યુઆરીની સાંજે એક સાથે યોજાશે. બ્લ્યુ મૂન એક જ મહીનામાં બે નવા ચંદ્રને સૂચવે છે, કારણ કે ચંદ્રની ભ્રમણકક્ષા સંપૂર્ણપણે કેલેન્ડર સાથે બંધબેસતી નથી.
એક સુપર મૂન જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે.
બ્લડ મૂન એટેલે કે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણની ઘટના ઘટે ત્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર તમામ એક જ રેખામાં હોય, જે ચંદ્રને રતુંમડો દર્શાવે છે.
આ ૩૧ જાન્યુઆરીની સાંજે આંકાશમાં પૂર્વીય ક્ષેત્રમાં નજર કરતા આપણી પૃથ્વી અને ચંદ્ર બન્ને સૂરજની આસપાસ તેમના બ્રહ્માંડીય ભ્રમણ કક્ષામાં નિરંતર ચાલતા હોવાના કારણે આપણે ફરીથી સૂર્યમંડળના પડછાયાઓને જોઇ શકીશું.
અમદાવાદમાં સાંજે ૬:૨૨ ચંદ્રોદય થશે અને સંપૂર્ણ ગ્રહણ ૬:૫૯ સુધી જોવા મળશે. ગ્રહણ સાંજે ૭:૩૮ પૂર્ણ થશે. ભારતમાં ચંદ્ર ગ્રહણ ૧ કલાક અને ૧૬ મિનિટ દેખાશે.
ભારતમાં આ સૂંપૂર્ણ ચંદ્ર ગ્રહણ ચંદ્રોદયથી સાંજે ૬:૨૨ થી ૭:૩૮ જોવા મળશે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા ૩૧ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષખો અને સામાન્ય મુલાકાતીઓ માટે કાર્યક્રમ અને પ્રવૃત્તિઓની એક શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મૂન વર્કશોપ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચંદ્ર વિજ્ઞાન વિશે વધુ માહિતી આપવામાં આવશે. મુલાકાતીઓ આઇમેક્સ ૩ડી થીયેટરમાં ચંદ્ર પર ચાલવાનો અનુભવ પણ કરી શકશે. સાંજે એમ્ફિથીયેટર ખાતે ટેલિસ્કોપ, એલઇડી સ્ક્રીન અને સાયન્ટિફેક ઇન્ટરએક્ટિવ સેશન સાથેનો આઉટર કાર્યક્રમ પણ યોજાશે.