મુંબઇ : બોલિવુડના લોકપ્રિય સ્ટાર અક્ષય કુમારે કહ્યુ છે કે ટુ ફિલ્મ તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે છે. આ ફિલ્મને લઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. તેનુ કહેવુ છે કે રજનિકાંત સાથે ફિલ્મમાં કામ કરીને તે ખુબ ખુશ છે. અક્ષય કુમારે કહ્યુ છે કે બાહુબલી જેવી ભવ્ય ફિલ્મ બનાવી શકાય છે. જા કે આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે વધારે પ્રમાણમાં સિનેમાઘર રહે તે જરૂરી છે. તેનુ કહેવુ છે કે તેની પેડમેન ફિલ્મ અઢી હજાર સિનેમાઘરમાં રજૂ કરવામાં આવી હતી.
વધારે પ્રમાણમાં સ્કીન હોવાના કારણે ફિલ્મને લઇને કલેક્શન પણ વધારે થશે. અમારા દેશની વસ્તી વધારે છે. આવી સ્થિતીમાં જા દેશના ટાયર બે અને ત્રણ શહેરોમા પણ સિનેમાઘર બનશે તો ફિલ્મનુ નિર્માણ વધશે.ય બોક્સ ઓફિસ પર ફિલ્મ કલેક્શન વધી શકશે. જેથી નિર્માતા નિર્દેશકો બાહુબલી જેવી મોટી ફિલ્મ બનાવી શકાશે. સિનેમાઘરના નિર્માણ બાદ બોલિવુડમાં ૧૦૦૦ કરોડની ફિલ્મ પણ બનાવી શકાશે.