મુંબઈ : શેરબજારમાં મુર્હૂત કારોબાર ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મૂર્હૂત કારોબાર દિવાળીના દિવસે હાથ ધરવામાં છે. નવા હિન્દુ કેલેન્ડર સંવત ૨૦૭૫ની શરૂઆતના દિવસે મુર્હૂત કારોબાર હાથ ધરવામાં આવશે. પહેલાથી જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ મુર્હૂત કારોબાર સાંજે પાંચ વાગ્યાથી લઇને ૬.૩૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. ૨૦૧૭માં મુર્હૂત કારોબારનો ગાળો સાંજે ૬.૩૦ વાગ્યાથી લઇને ૭.૩૦ વાગ્યા વચ્ચેનો એક કલાકનો રહ્યો હતો જ્યારે ૨૦૧૬માં મુર્હૂત કારોબાર સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે રાખવામાં આવ્યો હતો. ઇતિહાસ દર્શાવે છે કે, બીએસઈ સેંસેક્સ દર વર્ષે મુર્હૂત કારોબાર દરમિયાન તેજીમાં રહે છે. ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયો હતો. તે દિવસે ઇન્ડેક્સમાં ૫.૮૬ ટકાનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૯૦૦૮ સુધી રહી હતી.
ડેટા દર્શાવે છે કે, ૨૦૦૫ બાદથી ૧૨ મુર્હૂત કારોબાર પૈકી ૧૦માં તેજી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે મુર્હૂત કારોબારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં દિવાળીના દિવસે રજાનો માહોલ રહેશે. કારોબારીઓ મુર્હૂત કારોબારના દિવસે અન્ય શેર કંપનીઓના સોદામાં વધારે રોકાણ ન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે પરંતુ માહોલ તેજી સાથે બંધ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.