નવી દિલ્હી: મોનિટરી પોલીસી કમિટીની બેઠક હવે મળનાર છે. જેમાં વ્યાજદરના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવનાર છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંકની સામે નર્વસ કેપિટલ માર્કેટની લિક્વિડીટીની જરૂરને પૂર્ણ કરવા માટે અને ડોલરની સામે રૂપિયામાં અવમુલ્યન વચ્ચે મોંઘવારીના દરની સાથે સંતુલન જાળવી રાખવા માટેના પડકારો રહેલા છે. માનવામાં આવે છે કે આરબીઆઇ વ્યાજદરમાં વધારો કરી શકે છે.
ગુરૂવારના દિવસે વ્યાજદર વધશે કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવનાર છે. એક નવા સર્વેમાં ૨૫થી વધારે ટોપના અર્થશાસ્ત્રી માની રહ્યા છે કે વ્યાજદરમાં વધારો કરવામાં આવનાર છે. બીજી બાજુ દેશમાં મોંઘવારીનો દર ઘટી ગયો છે. જા કે નિષ્ણાંતો કહે છે કે તેલની કિંમતો હજુ વધી રહી છે. અત્રે નોંધનીય છે કે, પોતાની ઓગસ્ટ પોલિસીમાં આરબીઆઈ દ્વારા સતત બીજી વખત રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટનો આંકડો ૬.૫૦ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષાના શરૂઆતના બે દિવસમાં વ્યાપક વિચારણા કરવામાં આવશે ત્યારબાદ વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. જુદી જુદી અર્થશા†ીઓની ટીમ માની રહી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આરબીઆઈની નીતિ સમીક્ષામાં વ્યાજદર વધારવા પડશે. વ્યાજદર વધવાની સ્થિતિમાં લોન વધુ મોંઘી બની શકે છે. લોન મોંઘી બનતા ઓટો કંપનીઓને માઠી અસર થઇ શકે છે. કારણ કે ખરીદીના આંકડામાં તેના ઉપર અસર થશે.
મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અથવા તો એક્ટિવિટીના આંકડા ઓગસ્ટ મહિનામાં ઉલ્લેખનીયરીતે સુધર્યા હતા. રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડાના આધાર પર આરબીઆઈ દ્વારા નિર્ણય લેવાશે. રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા ત્રીજીથી શરૂ થઇ રહી છે જે પાંચમી સુધી ચાલનાર છે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આર્થિક નિષ્ણાતોમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ ચુકી છે. મોટાભાગના અર્થશા†ીઓ માની રહ્યા છે કે, આરબીઆઈ ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એકબાજુ ડોલર સામે રૂપિયાની હાલત ખુબ જ કફોડી બનેલી છે. ડોલર સામે રૂપિયામાં અવિરત અવમુલ્યન, ક્રૂડ ઓઇલની કિંમતમાં Âસ્થર વધારા સહિતના પરિબળો વચ્ચે આરબીઆઈ પોતાની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધારો કરી શકે છે.