આજ ના યુગ માં પુસ્તકો વાંચનારા ની સંખ્યા દિવસે ને દિવસે ધટી રહી છે અને ઈ-પુસ્તક વાંચન ની પ્રથા વધી રહી છે, જે પ્રમાણે પાછળ ૧૦ વર્ષો ના રિસર્ચ નું અવલોકન કહે છે કે 5૮% લોકો પુસ્તકો ને ઓનલાઇન વાંચવા નું પસંદ કરે છે. અમેઝોન, એપ્પલ બુક્સ, ડેઇલી હન્ટ, બુક મોન્કસ અને ગુગલ બૂક્સ જેવી વેબસાઈટ ઘરે બેઠા આપને કરોડો પુસ્તકો વાંચવા ની તક પુરી પડે છે.
આ આધુનિક યુગ સાથે તાલ મેળવવા માટે અમદાવાદ સ્થિત વી પબ્લિશર્સ એન્ડ મીડિયા સોલુશન્સ દ્વારા એક અનોખી પહેલ કરવા માં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ વિસરાય ગયેલા સાહિત્ય ને પુનઃ જીવિત કરી અને આજના લોકો ને ઓનલાઇન માધ્યમ દ્વારા પહોંચતો કરવા નો છે. આ સંસ્થા છેલ્લા બે વર્ષ થી વિના મુલ્યે ઉપરોક્ત કાર્ય કરી રહી છે અને તેના થાકી તેઓ એ પ્રકાશિત કરી છે વિસરાઈ ગયેલ એક અમૂલ્ય પુસ્તક જેનું નામ છે ” આગમન ” અને જેના લેખક છે સુરેન્દ્ર નગર સ્થિત શ્રી બકુલ દવે.
આ પુસ્તક એક પરિવાર અને પતિ પત્ની ના અંગત સંબંધો ને માર્ગ દર્શન પૂરું પડે છે અને સ્ત્રી શક્તિ નો ઉત્તમ પરિચય આપે છે. ખબરપત્રી પરિવાર તરફ થી શ્રી બકુલ દવે અને વી પબ્લિશર્સ ને આ પુસ્તક પ્રકાશન બાદલ ખુબ અભિનંદન અને આ પુસ્તક વાંચક મિત્રો સુધી પહોંચે તે માટે નું ઓનલાઇન લિંક અહીં આપેલ છે.
અમેઝોન https://www.amazon.in/dp/B077ZBQDJB
વી પબ્લિશર્સ: 079 – 4032 7742