સગર્ભા અવસ્થા દરમ્યાન સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવા માટે માતાને અનેક પ્રકારની સલાહ અને સૂચનો મળતાં હોય છે. આ દરેક અવનવા સૂચનો સાંભળીને ઘણીવાર આપણે મૂંઝવણમાં મુકાય જતા હશુ. બાળકના સંપૂર્ણ વિકાસ માટે માતાને પોતાનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે અને તે માટે હેલ્ધી ખોરાક લેવો અને હેલ્ધી ફીલ કરવું પણ તેટલું જ જરૂરી છે.
પ્રેગ્નેન્સી દરમ્યાન બાળકને સ્વસ્થ અને પોષણ પૂરું પાડવા અમુક હેલ્થી આદતો વિકસાવવી જરૂરી છે. આપણે તેવી જ હેલ્ધી જ્યુસ પીવાની આદત વિશે વાત કરીશુ. આવા ફ્રૂટ અને શાકભાજી જ્યુસ વિશે વાત કરીશુ જે સગર્ભાવસ્થા દરમ્યાન લેવાથી તે માતા અને બાળક બંનેને એકદમ સ્વસ્થ રાખશે અને સાથે જ માતાના ચેહરા પર એક અનોખો ગ્લો પૂરો પાડશે.
➔ જામફળનો જ્યુસ: જામફળ શરીરને હીલ કરવામાં મદદ કરે છે સાથે જ સગર્ભાવસ્થા દરમ્યાન કબજિયાતની સમસ્યા રહેતી હોઈતો તેને પણ દૂર થાય છે. ફ્રેશ જામફળ જ્યુસ તૈયાર કરવા માટે જામફળના ટુકડા,1/2 સ્પૂન આદુનો રસ, સ્વાદ અનુસાર લીબું અને મધ ઉમેરી તેનો જ્યુસ તૈયાર કરી લો.
➔ સફરજનનો રસ: કહેવાય છે કે દરરોજ સફરજન ખાવાથી ડોકટર પાસે જવું પડતું નથી. એપલ આપણને તરોતાજા રાખવા અને તંદુરસ્તી જાળવવા ખુબજ મદદ કરશે. ૨ થી ૩ સફરજનની છાલ ઉતારી તેને ૧૫ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો. હવે તેને ઠંડુ કરી બ્લેન્ડરની મદદથી તેનો જ્યુસ તૈયાર કરો. એક ગ્લાસમાં જ્યુસ નીકાળ્યા બાદ તેમાં ૪ થી ૫ ટીપા લીંબુનો રસ ઉમેરો.
➔ ગ્રેપ્સ જ્યુસ: ૫૦૦ ગ્રામ બ્લેક ગ્રેપ્સ સ્વચ્છ પાણીથી સાફ કરો. તમે ગ્રીન અને બ્લેક બંને મિક્સ પણ કરી શકો છો. ત્યારબાદ બ્લેન્ડરની મદદથી જ્યુસ તૈયાર કરો. તેમાં મિન્ટ પત્તા પણ ઉમેરી શકો. ગ્રેપ્સ જ્યુસ પેટની બળતરા અને એસિડિટી દૂર કરે છે અને માથાનો દુઃખાવો અને માઈગ્રેનનું પ્રમાણ ઘટાડે છે સાથે જ વાળ ખરતા અટકાવે છે. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.
➔ બીટ જ્યુસ: બીટ અને ગાજરને પાણીથી સાફ કરી તેના ટુકડા કરી બ્લેન્ડરની મદદથી જ્યુસ તૈયાર કરો. તેમાં ફ્લેવર ઉમેરવા લીબુંના ૪ થી ૫ ટીપા ઉમેરી શકો છો. આ જ્યુસ સગર્ભા માટે ખુબજ લાભ કરીછે. બીટ આયર્નનું લેવલ જાળવવા મદદ કરે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર પૂરું પાડે છે.
ઉપરોક્ત દરેક જ્યુસ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી બની રહેશે, પરંતુ આ બાબતે આપના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટરની સલાહ મુજબ જ્યુસનું સેવન કરવાથી જરૂરી લાભ મેળવી શકાય છે.