સૂરપત્રીઃ રાગ કિરવાણી
આહા… થી જ શરૂઆત કરવી પડે એવોજ રાગ છે. પોતાની અલગારી મસ્તી અને નિજાનંદી સ્વભાવ થી ટેવાયેલા લોકો માટે આ રાગ અમૃતપાન સમાન છે.
જીવ તત્વ મુલતઃ સંવેદનાઓથી ભરેલું હોય છે. માનવમાત્ર નહીં કિન્તુ વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ પણ આ અનુભવોથી પરે નથી હોતા.
રાગ કિરવાણી એ કર્ણાટકી સંગીત પદ્ધતિ ધરાવતો રાગ છે. પરંતુ નોર્થ (ઉત્તરભારત)માં એટલો પ્રચલિત થયો કે આ રાગ ઉત્તર હિંદુસ્તાની રાગ તરીકે નવી ઓળખ પામ્યો છે.
રાગ કિરવાણી બેઇઝડ સોંગ પાછળ એક કિસ્સો છે. ગુજરાતી ગઝલકાર આદિલ મન્સૂરી જ્યારે પોતાનું હોમટાઉન અમદાવાદ છોડીને અમેરિકામાં કાયમી વસવાટ માટે જતા હતા ત્યારે ખૂબ લાગણીસભર કૃતિની રચના કરી હતી. પછી તો એ કૃતિ ગુજરાતી અવિસ્મરણીય કાવ્યમાં સ્થાન પામી. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. આ રચના હરેશ બક્ષી દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. દરેક મનુષ્ય ને પોતાના વતન, ગામ, શહેર, દેશ પ્રત્યે નું વળગણ જીવનપર્યંત રહે છે.
આદિલ મન્સૂરીનું બાળપણ સંઘર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાચી જવાનો નિર્ણય લીધો. ૮ વર્ષ પછી પિતાજીએ વતન પાછા આવવાનો નિર્ણય લીધો અને આદિલ અમદાવાદમાં વસ્યા હતા.
અમુક કારણોસર જ્યારે આ ઉત્તમ ગઝલકારને જ્યારે કેન્દ્રસરકાર દ્વારા જ્યારે દેશ છોડીને જવાનું ફરમાન કરવામાં આવ્યું ત્યારે એમણે એ ખેલદીલીપૂર્વક સ્વીકાર્યું.
એમના મ્હાયલા એ એમને વતનનું ઋણ ચૂકવવા માટે પોતાનું આ કાવ્ય નદીની રેતમાં રમતું નગર મળે કે ન મળે, પછી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. કાવ્યને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કાવ્ય જ્યારે એ સમયના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈને મોકલવામાં આવ્યું ત્યારે એ કાવ્યથી અત્યંત પ્રભાવિત થઈને કેન્દ્રસરકારને વિનંતી સાથે કહ્યું કે આ બાબતે સત્વરે ઘટતું કરે અને કેન્દ્રસરકાર દ્વારા આ આદેશ પાછો ખેંચવામાં આવ્યો. અહીં એ વાત પ્રસ્થાપિત થાય છે કે, સંગીત/સાહિત્યને કોઈ સીમાડા નડતા નથી.
એક પંક્તિ હ્રદયસ્પર્શી છે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
રાગ કિરવાણી બેઇઝડ ગીતો માં પ્રમુખ રચનાઓ માં…
1) કિશોરકુમાર અને આશાજી દ્વારા ફિલ્મ દિલ્લી કા ઠગ ફિલ્મનું ગીત યે રાતે યે મૌસમ, નદી કા કિનારા યે ચંચલ હવા છે. જે રચના શૈલેન્દ્રની છે અને રવિ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.
2) ફિલ્મ અનામિકાનું ગીત મેરી ભીગી ભીગી સી પલકો પે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
3) ફિલ્મ દૂર કા રાહીનું સોંગ બેકરાર દિલ તું ગાયેજા કિરવાણી બેઇઝડ છે.
4) ફિલ્મ નાગીન નું ગીત મેરા દિલ યે પુકારે આજા કિરવાણી રાગ પર છે.
5) રફી દ્વારા ગવાયેલ યાદ ના જાયે, બીતે દિનો કી…
6) ફિલ્મ પોષ્ટ બોક્સ નં-૯૯૯ નું સોંગ નીંદ ના મુઝકો આયે દિલ મેરા ગભરાયે…
7) ફિલ્મ ફિર વોહી દિલ લાયા હું નું ગીત આંખો સે જો ઉતરી હે દિલ મેં પણ કિરવાણી બેઇઝડ છે.
8) ફિલ્મ રામ તેરી ગંગા મેલી નું ગીત એક રાધા એક મીરા પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
વિખ્યાત ગઝલગાયક જગજીત સિંહના સૌ પ્રથમ આલબમ અનફર્ગટેબલ્સમાં ગાયેલી એક ગઝલ ગમ બઢે આતે હે કાતિલ કઈ નિગાહોં કઈ તરહ રાગ કિરવાણીમાં રચાયેલી છે.
આરોહ : સા રે ગ (કોમળ) મ પ ધ (કોમળ) નિ સા
અવરોહ : સા નિ ધ (કોમળ)
પ મ ગ (કોમળ) રે સા
વાદી : સા સંવાદી : પ
જાતિ : સંપૂર્ણ.
સમય : સાયંકાળ
તો મિત્રો ચાલો આ મસ્ત મજાના રાગ કિરવાણી આધારિત ગીત નો આનંદ લઈએ…
કોલમિસ્ટઃ મૌલિક જોશી.
જૂનાગઢ.
गाना / Title: एक राधा, एक मीरा … इक प्रेम दीवानी, इक दरस दीवानी –
चित्रपट / Film: Ram Teri Ganga Maili
संगीतकार / Music Director: Ravindra Jain
गीतकार / Lyricist: Ravindra Jain
गायक / Singer(s): लता मंगेशकर-(Lata Mangeshkar)
एक राधा, एक मीरा दोनों ने श्याम को चाहा,
अन्तर क्या दोनों की चाह में बोलो,
इक प्रेम दीवानी, इक दरस दीवानी,
एक राधा, एक मीरा…
राधा ने मधुबन में ढूँढा,
मीरा ने मन में पाया,
राधा जिसे खो बैठी,
वो गोविन्द और दरस दिखाया..
एक मुरली एक पायल, एक पगली, एक घायल,
अन्तर क्या दोनों की प्रीत में बोलो,
एक सूरत लुभानी, एक मूरत लुभानी,
इक प्रेम दीवानी, इक दरस दीवानी …
मीरा के प्रभु गिरिधर नागर,
राधा के मनमोहन,
राधा दिन {श}ऋंगार करे,
और मीरा बन गयी जोगन..
एक रानी एक दासी, दोनों हरि प्रेम की प्यासी,
अन्तर क्या दोनों की तृप्ति में बोलो,
एक जीत न मानी, एक हार न मानी,
इक प्रेम दीवानी, इक दरस दीवानी…