યુગપત્રી : હિર મેરી તુ હસતી રહે…!

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું હતુ કે ઍક દેશભક્ત માણસને, ઍક સિપાહીને દેશ સાથે કંઇક અલગ જ નાતો હોય છે. એદેશની આબરૂ બચાવવા એ પોતાના જીવની બાજી લગાવી દે છે. હવે જોઈએ આગળ,

આજે આપણાં 73માં સ્વાતંત્રતા પર્વની સંધ્યાએ મને મનમાં વિચાર આવે છે કે જે લોકો આ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપે છે, જે લોકો આ દેશ માટે સરહદ પર શહીદ થાય છે એનાં કુટુંબ પર, એનાં પરિવાર પર શું વિતતી હશે..???  કારણકે આપણે ઘણી વાર છાપાંમાં સમાચાર વાંચીએ છીએ કે સરહદ પર કોઇનો ઍકનો ઍક દિકરો શહીદ થયો.!, લગ્નનાં ઍક બે કે ત્રણ અઠવાડિયા જેવા ટૂંકા ગાળામાં ઍક યુવાન શહીદ થયો..! હજી હમણા જ એનાં ઘરે દિકરી કે દીકરાનો જન્મ થયો હોય એવો ઍક સૈનિક શહીદ થયો.! આવા સમાચાર વાંચીએ ત્યારે છેક અંદરથી હચમચી જઇએ કે એનાં માં-બાપ પર,એની પત્ની પર,એનાં બાળકો પર કેવી આફત આવી પડી હશે…!! આ ઘટના વિચારતા કે આ દ્રશ્ય જોતાં આપણું હૃદય દ્રવી ઉઠે.આવી કપરી પરિસ્થિતિમાં પણ એ જાંબાઝ વ્યક્તિ શું કહેતો હોય તો કે,

ओ हीर मेरी तू हंसती रहे,
तेरी आँख घड़ी भर नम ना हो |

આપણને એમ સવાલ થાય કે પહેલું સંબોધન કેમ સ્ત્રીને જ કર્યું !? કારણકે કુટુંબમાં તો સ્ત્રીને પુરુષ બન્ને હોય !? અને એમાંય કેમ પહેલાં પત્નીને સંબોધન કર્યું !? માતાને કે બહેનને કેમ નહી…!? બીજુ કે અત્યાર સુધીના અંતરામાં તો ઍક સૈનિકનો એનાં દેશ સાથેનો સંબંધનો ભાવ બતાવતા હતાં એમાંથી કેમ કુટુંબ પ્રત્યેનો ભાવ આવી ગયો..!?

તો આ બધાં સવાલના જવાબ ઍક પછી ઍક જાણીએ…

સૌથી પહેલાં તો આ સંબોધન સ્ત્રીને એટલાં માટે કર્યું કે પુરુષો કરતા સ્ત્રીઓ વધું લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે.પોતાના પતિ કે દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને એને વધું આઘાત લાગતો હોય છે,માટે એને સૌથી પહેલા હિંમત આપવી પડે એટલે એને સૌથી પહેલું સંબોધન કરે છે.

બીજુ કે કેમ પત્નીને જ પહેલા સંબોધન કરે છે તો કે માતા સાથે તો એ દિકરાએ બાળપણમાં સમય વિતાવ્યો હશે,પણ લગ્ન પછી પત્ની સાથે એ સમય નહીં વિતાવી શક્યો હોય.! પોતાની પત્ની સાથે એણે જોયેલા સપનાનો એની પત્નીને યાદ આવશે ત્યારે એ વધું વિહ્વળ બની જશે માટે એને સૌથી વધું હિંમત આપવી પડે ઍટલે એને સૌથી પહેલા સંબોધન કર્યું છે.

સંબોધન પણ કેવું કરે છે તો કે હિર મેરી તુ હસતી રહે…! પ્રેમની પરાકાષ્ઠા તો જુઓ !! અને સાચો પ્રેમ પણ એ જ છે કે આપણે પરમાત્મા આગળ ઍક જ વસ્તુ માંગીએ કે હે ! હરિ..! જે થવું હોય એ અમને થાય પણ અમે જેને પ્રેમ કરીએ એને તુ સદા ખુશ રાખજે.. આ ભાવ આપણને આ ઍક લીટીમાં મળે છે કે બસ તુ હસતી રહે..! અને બીજુ કહે છે કે તારી આંખોમાં આંસુઓ નાં લાવીશ.! કારણકે સ્ત્રીએ ઘરની થાભંલી છે,થાભંલી નબળી પડે તો છત નબળી પડી જાય એમ જો એ રડી પડશે તો પોતાના દિકરાનાં દુઃખમાં દુઃખી થઇને રડતા એનાં માતા-પિતાને કોણ છાના રાખશે..!? માટે એને એવું કહે છે કે,

तेरी, आँख घड़ी भर नम ना हो |

બીજુ શું કહે છે

मैं मरता था जिस मुखड़े पे
कभी उसका उजाला कम ना हो

કે હુ જેને ચાહું છું એ ચહેરાને તુ કરમાવા નાં દઈશ, કારણકે એ ચહેરાનું નુર તો એને જીવન આપતું હોય છે. માટે મારા મૃત્યુનાં દુઃખ માં પોતાની જાતને દુઃખી કર્યા વગર ઍક વિર પતિની વિર પત્ની થઇને રહેજે એવો ગર્ભિત ઈશારો આ ઉપરની બે લીટીમાં કરે છે.

વધું આવતાં શુક્રવારે….!!

 

Collumnist :- યુગ અગ્રાવત

 


Yug Agrawat 1

Share This Article