મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું હતુ કે દુનિયામાં કોઈ એવો વ્યક્તિ ના હોય કે જેને એનું વતન યાદ નાં આવતું હોય, અને એમાંય સરહદ પર દીવસ-રાત જોયા વગર જે સુરક્ષા માટે ઉભા છે એ સૈનિકો તો એટલું જ માંગતા હોય છે કે ભલે અમે પાછા જઇ ના શકીએ પણ અમારાં દેશની સરહદ સુરક્ષિત રહેવી જોઈએ. હવે જોઈએ આગળ……
આપણને એમ સવાલ થાય કે કોઇપણ માણસ પોતાના વતન માટે,દેશ માટે આટલો બધો મોહી કેમ જાય છે કે એને એનાં જીવની પણ પરવા નથી હોતી…!?! ત્યારે એમ થાય કે આ બધા એવા લોકો છે જેની રગમા દેશભક્તિનું લોહી વહે છે,જેનાં માટે ભારત એ માત્ર ઍક જમીનનો ટુકડો નથી પણ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. એનો અને આ ભારતનૉ તો સંબંધ જ નીરાળૉ છે. જેનાં માટે એ લોકો મરવા પણ તૈયાર હોય છે. ઍક સૈનિક એનાં દેશ સાથે એવી રીતે જોડાયેલો હોય છે જેવી રીતે તંબુર સાથે તાર જોડાયેલો હોય.જેવી રીતે તુંબડા અને લાકડાના બનાવેલા એ નિર્જીવ તંબુરમાં તાર જોડાય ઍટલે એ જાણે સજીવ થઈ ગયો હોય એમ સુર કાઢવા લાગે છે એમ જ્યારે કોઈ માણસને એનાં દેશ પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે એનો સુર,એનાં વિચારો પણ બદલાઇ જાય છે,એને એનો દેશ કેમ આગળ વધે,એનો વિકાસ કેમ થાય એનાં વિચારો આવે છે.કારણકે આ પરા-પુર્વનો કોઈ સંબંધ હોય છે. એનાં લીધે એ લોકો પોતાના જીવની પણ પરવા કર્યા વગર એનાં માટે હસતાં હસતાં મોતને ગળે લગાડે છે. માટે એવું લખવું પડે કે,
ओ वतना वे मेरे वतना वे,
तेरा मेरा प्यार निराला था
આવો નિરાળો,નિઃસ્વાર્થ પ્રેમ કરનાર વ્યક્તિ કદાચ દેશ માટે મૃત્યુ પામે તો પણ એ પોતાની જાતને ખુબ નસીબદાર માને છે, કારણકે માતૃભૂમિ માટે મરવાનો મોકો દરેકને નથી મળતો. માટે એવું લખવું પડે કે,
कुर्बान हुआ तेरी अस्मत पे,
मैं कितना नसीबों वाला था
અને એ દેશભક્ત માણસ મરીને પણ શું કહેતો હોય કે ….
तेरी मिट्टी में मिल जावां,
गुल बनके मैं खिल जावां,
इतनी सी है दिल की आरजू |
तेरी नदियों में बह जावां,
तेरे खेतों में लहरावां,
इतनी सी है दिल की आरजू |
Collumnist :- યુગ અગ્રાવત