મિત્રો,ગઇ યુગપત્રીમાં આપણે જોયું હતુ કે ઘણા એવા લોકો છે કે જેમને આ દેશ માટે, પોતાની માતૃભૂમિ માટે કદાચ મોતને ગળે લગાડવું પડે તો પણ હસતા હસતા એનાં માટે શહીદી વહોરી લેશે. હવે જોઈએ આગળ,
દેશભક્તિથી ભરેલાં હ્ર્દયમાંથી ઍક જ અવાજ નીકળતો હોય છે અને એ અવાજને રામપ્રસાદ બિસ્મીલના શબ્દોમાં કહું તો,
तेरा वैभव अमर रहे माँ, हम दिन चार रहें ना रहें
હે ! ભારતમાં અમે આ દુનિયામાં રહીએ કે ના રહીએ, અમારી હાજરી હોય કે ના હોય પણ તારી એકતા અને અખંડિતતા એવી ને એવી જ સચવાઈ રહે.. અમારી આ ચાર દીવસની ઝીંદગી તારા ઉપર કુરબાન છે. અને આવા દેશભક્તોની અંતિમ ઇચ્છા પણ કેવી હોય તો એનાં માટે અશફાક ઉલ્લાં ખાનને વાંચવા પડે કે,
कुछ आरजू नहीं है, है आरजू तो यह
रख दे कोई ज़रा सी खाके वतन कफ़न में|
જે રાત દીવસ આ દેશનું ભલું ઇચ્છતા એમની બસ ઍક જ ઇચ્છા હોય કે અમે આ દેશ માટે લડતા લડતા શહીદ થઈ જઇએ તો અમારાં કફનમાં બીજુ કાંઇ રાખવા કરતા ખાલી આ વતનની માટી રાખી દેજો !! એમા બધુ જ આવી ગયુ.
એવો જ કાંઇક ભાવ આ ગીતની ધ્રુવ પંક્તિમાં જોવા મળે છે. એ આ મુજબ છે
तेरी मिट्टी में मिल जावां,
गुल बनके मैं खिल जावां,
इतनी सी है दिल की आरजू
કે હે ! ભારતમાં અમે ઉપરવાળા પાસે ઍક જ વરદાન માંગીએ છીએ કે અમારો જન્મ જે ભુમિમા થયો છે,અમે જે ભૂમિમાં રમ્યા છીએ અને અમે જે ભુમિ માટે અમારો જીવ આપ્યો છે. એ જ ભૂમિમાં ફરી પાછો જન્મ લઇએ અને અમને બીજુ કાંઇ ના બનાવતા તારા બગીચાનુ ઍક ફુલ બનાવજે. જેથી અમે સદાયને માટે તને મહેકાવી શકીએ. બસ અમારી આટલી જ પ્રાર્થના છે.
કદાચ જો અમે તારી જમીનમાં ફુલ બનીને ના ઊગી શકીએ તો..!!??તો અમારાં અસ્થિ જે નદીમાં પધરાવવામાઁ આવ્યાં હશે. એ નદીના પાણીમાં અમે ભળી જઈશું.અને એ નદીનું પાણી આપણાં ખેતરોમાં જશે,એ ખેતરોમાં જે અનાજ પાકશે અનેં જે લોકો એ અનાજ ખાશે એનાં દિલમાં અને દિમાગમાં અમે દેશભક્તિ જગાવીશુ. બસ અમારી ઍક જ ઇચ્છા છે કે અમે કોઇપણ રીતે,ગમે ત્યાં જન્મ લઇએ,અમારાં દિલમાં બસ ઍક જ આશા અને અરમાન છે અને એ છે દેશસેવા….!!!! માટે એવું લખાય કે,
तेरी नदियों में बह जावां
तेरे खेतों में लहरावां
इतनी सी है दिल की आरजू
વધું આવતાં શુક્રવારે….
Collumnist :- યુગ અગ્રાવત