મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવન જીવવા માટેની કોઈ શ્રેષ્ઠ રીત નથી હોતી પણ આપણે કોઈ એક રીત પાર કાયમ રહીને આપણે એને શ્રેષ્ઠ બનાવવી જોઈએ.આપણું જીવન એટલું સહજ હોવું જોઈએ કે જેથી એ સુંદર રીતે ખીલી શકે હવે જોઈએ આગળ…..
ભાવનગરના કવિ હિમલ પંડ્યા લખે છે કે
સાવ પૂરી, સાવ આખી કોઈને મળતી નથી;
જિંદગી છે, જોઈ-ચાખી કોઈને મળતી નથી.
: હિમલ પંડ્યા
જિંદગીના ક્યારેય કોઈ પ્લાનિંગ કે પ્રોટોકોલ નથી હોતા એ તો બસ મળે છે.અને જે વ્યક્તિ એને જેવી છે એવી સ્વીકારી લે ત્યારે જ એનો આનંદ મળે છે બાકી તો જિંદગીને સજાવવામાં જ સમય જતો રહે તો એને માણી ના શકો.
જીવન સતત પરિવર્તનશીલ છે.જીવનમાં ક્યારેય કોઈ પરિસ્થિતિ કાયમ માટે ટકતી નથી. અને આમ પણ કુદરતને ક્યારેય કોઈ એક વસ્તુ સતત ચાલુ રહે એ નથી ગમતું એટલે જ તો એ દર ચાર મહિને ઋતુ બદલાવી નાખે છે.વૃક્ષોના પાંદડા ખેરવી નાખે છે.ક્યાંક કુંપળો ખીલવે છે. ક્યારેક ફૂલ કરમાવી દે છે તો ક્યારેક ઢગલાબંધ ફૂલ ખીલવી દે છે.મૂળ એને ક્યાંય પણ જુનું ગમતું જ નથી એટલે એ સંસારને સતત બદલ્યા જ કરે છે,એમાં સતત ફેરફાર કર્યા કરે છે.
જીવનમાં પણ એવું જ છે ક્યારેક કોઈ વસ્તુ પરમેન્ટન નથી.જીવનની રંગોળીમાં રોજ રંગ બદલાય છે.જો આપણે એને માણી શકીએ તો જ આપણે જીવનનો ખતો આનંદ પામી શકીએ.માટે જ એવું લખાય કે,
हर घड़ी बदल रही है रूप ज़िंदगी छाँव है कभी, कभी है धूप ज़िंदगी
જીવનમાં ક્ષણે ક્ષણે બદલાવ આવે છે.જીવન રોજ નવા નવા રૂપ ધારણ કરે છે.જીવનમાં ક્યારેક તડકો આવે તો ક્યારેક છાંયો હોય છે.પણ જીવનમાં ક્યારેય સુખ કે દુઃખની એકધારી ચાલ હોતી નથી. જ્યારે જે સમયે જીવનમાં જે કંઇ ઘટના ઘટે છે એને બસ શાંતિથી સાક્ષી ભાવે નિહાળ્યા કરીએ તો આપણે પરમાનંદ પામીએ.
પણ આ પરમાનંદ પામવા માટે શું કરવું પડશે…!? તો કે
हर पल यहाँ जी भर जियो
जो है समाँ कल हो न हो
આ ક્ષણએ જીવનની છેલ્લી ક્ષણ છે એમ માનીને જો આપણે જીવશું તો આપણે જીવનને માણી શકીશું.માટે જ્યારે પણ આપણે સવારે જાગીએ ત્યારે એવા સંકલ્પ સાથે જાગીએ કે આજે આખા દિવસમાં ભલે ગમે એ થાય પણ હું મારી મસ્તીની પળોને ખોઇશ નહીં તો આપણે એ દરેક ક્ષણને માણી શકીશું. બાકી આપણે દિવસની શરૂઆતમાં જ જો નેગેટિવ ફિલ કરશું તો આપણો આખો દિવસ નેગેટિવ જ રહેશે. પણ સવાલ એમ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવું કઈ રીતે…!!? એના માટે મને એક સરસ વાર્તા યાદ આવે છે કે
એકવાર અર્જુન કૃષ્ણને પોતાનો મહેલ બતાવતા હતા અને મહેલ જોતા જોતા જ્યારે બન્ને અર્જુનમાં ઓરડામાં જાય છે ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુ તો દુખ થાય અને દુઃખમાં વાંચું તો સુખ થાય
કૃષ્ણ એ લખ્યું
“આ સમય પણ જતો રહેશે.”
બસ આપણે બધા એ પણ આપણા દિલની દીવાલમાં આ એક વાક્યને ટાંકી લેવાનું છે કે આ જે કાંઈ સુખ કે દુઃખના દિવસો છે એ બધા જતા રહેશે, કાયમ ટકવાના નથી માટે બસ આજનો ઉત્સવ મનાવી લો.
વર્તમાનમાં રહેતા શિખીએ એટલે આપોઆપ આપણે સુખી થઈ જઈશું…
સવાલ એ છે કે વર્તમાનમાં કઇ રીતે રહેવુ…!!?? વર્તમાનમાં રહેવા માટે શું કરવું…!?
એનો જવાબ આવતા શુક્રવારે…..
- કોલમિસ્ટ:- યુગ અગ્રાવત