મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું કે ઍક શહીદ સૌપ્રથમ એની પત્નીને સંબોધન કરે છે કે ગમે એમ થાય પણ તુ રડતી નહીં,તુ ઢીલી પડતી નહીં,કારણકે જો તુ ઢીલી પડી જઈશ તો મારા માતા પિતાને હિંમત કોણ આપશે..!? હવે જોઈએ આગળ….
શહીદ થનાર એ વ્યક્તિને ખબર છે કે મારા ગયા પછી મારી પત્નીને જેટલું દુખ થાય છે એટલું જ દુખ કે કદાચ એનાં કરતા પણ વધું દુઃખ એ ઍને જન્મ દેનાર માઁને થશે. કારણકે આ દુનિયામાં માત્ર માં જ એવી વ્યક્તિ છે જે આપણને બીજા કરતાં 9 મહિના પહેલ ઓળખી લે છે.જેણે આપણને જ દેવા માટે કેટલી બધી જહેમત ઉઠાવી છે. જેણે આપણાં પાલન પોષણ માટે રાત દીવસ જોયા વગર કામ કર્યું છે એ માને જ્યારે ખબર પડે કે એનો દિકરો હવે આ દુનિયામાં નથી ત્યારે એનાં પર શું વીતે એ તો જેનાં પર વીતી હોય એ જ જાણી શકે..!! ઍટલે પોતાની માઁ ને જરા પણ દુઃખનાં લાગે માટે એનો દિકરો માથે મોત ભમતુ હોય એવા સમયે એકદમ સ્વસ્થ અને હળવી શૈલીમાં પોતાની માતાને ઉદેશીને કહે છે કે,
એ માઁ..! તુ મારી ઉપાધિ નાં કરતી હો..!! કારણકે મારે તો હુ જીવતો હતો ત્યારે તારો ખોળો હતો ને હવે હુ શહીદ થઈશ તો ધરતી માતાનો ખોળો મળશે. માટે મને તો બન્ને જગ્યાએ માતાનો પ્રેમ જ મળવાનો છે.હા,તારાથી દુર થઈશ ઍટલે તને દુઃખ તો થશે જ,પણ માઁ આ દુનિયામાં ઍક ને ઍક દીવસ તો દુર થવાનું જ છે. અને એમાંય હુ તો મારા વતનની રક્ષા કાજે તારાથી દુર થવું છું. તો ઉલ્ટાનું તને ગૌરવ થવું જોઈએ કે તારો દિકરો ઇતિહાસના ઉજળા પાને પરાક્રમની પેનથી પોતાનુ નામ લખવા જઇ રહ્યો છે. માટે માઁ મારા મોત પર તું આંસુ નાં સારતી… આટલી બધી વાત જાણે કે આ બે લીટીમાં જ આવી જતી હોય એવું લાગે છે કે,
*ओ माई मेरे क्या फिकर तुझे,* *क्यूँ आँख से दरिया बहता है I*
અને પાછો જાણે લાડ કરીને કહેતો હોય એમ કહેતો હોય કે, હેં માઁ ! તુ ઘણી વાર કહેતી હતીને કે હુ તો તારો ચાંદો છું. તો માં આ ચાંદ તો હજારો વર્ષથી છે ઍને કાંઇ થયુ છે..!? એમ હુ પણ માતૃભૂમિ માટે મરીને મારૂ નામ જયાં સુધી સુર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી અમર કરીને જાઉં છું. માટે મા મારી શહીદી પર આમ આંસુનાં સારતી… એવો ગર્ભિત ઉશારો કરતા કહે છે કે,
*तू कहती थी तेरा चाँद हूँ मैं,*
*और चाँद हमेशा रहता है*
અને માઁ હુ તારાથી ક્યાં ક્યાંય દુર જાઉં છું. હુ તો તને મળીશ જ . કારણકે મે તો પરમાત્મા આગળ માગ્યું છે જ કે મને મરીને પણ આ ભારતભૂમિમાં જ પાછો જન્મ દેજે,જો પાછો જન્મ આપવો શકય નાં હોય તો તારી માટીમાં મેળવી દેજે,એમા ઉગતા ફુલ બનાવજે,મારે તારી નદીઓનું ખળખળ વહેતું પાણી થવું છે, તારા ખેતરોમાં પાક બનીને લહેરાવું છે અને બસ મારા દિલની આજ તો તમન્ના છે કે હુ મરીને પણ તારી સેવા કરતો રહું… માટે…
*तेरी मिट्टी में मिल जावां*
*गुल बनके मैं खिल जावां*
*इतनी सी है दिल की आरजू*
*तेरी नदियों में बह जावां*
*तेरे फसलों में लहरावां*
*इतनी सी है दिल की आरजु*
આ સાથે જ આ ગીતની યુગપત્રી અહિ પુરી થાય છે.
ફરી મળીએ નવા ગીત સાથે આવતા શુક્રવારે….
Collumnist :- યુગ અગ્રાવત