યુગપત્રી
મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું હતુ કે જ્યારે કોઈ વીર કે સાધુ ઍ કેસરી રંગ ધારણ કરે છે ત્યારે એનાં મનમાં બસ ઍક જ વાત હોય છે અને એ વાત હોય છે સમાજનાં ભલા માટેની, લોકોના ભલા માટેની, માતૃભૂમિનાં ભલા માટેની હવે જોઈએ આગળ….
આ દુનિયામા ઘણાં લોકો એવા હૉય છે કે જેમના માટે એનું વતન આઈ માત્ર માટીનો ટુકડો નહીં, પણ એનાં જીગરનો ટુકડો હોય છે. આવા દેશભક્ત લોકો પોતાના એ વતન માટે કોઈ પણ પ્રકારનાં દુઃખો સહન કરવાની શક્તિ અને ક્ષમતા કેળવે છે. મહારાણા પ્રતાપથી માંડીને ભગતસિંહ અને માઇનસ ડીગ્રી તાપમાનમાં પણ સરહદ પર ખડે પગે ઉભા રહીને આપણી સુરક્ષા કરતા સૈનિકો સુધીના વ્યક્તિત્વનો અભ્યાસ કરીએ તો આપણને એમ લાગે કે આ બધા એ લોકો છે જેનાં દિલ અને દિમાગમાં સતત ઍક જ વિચાર હોય છે અને એ છે માતૃભૂમિનાં કલ્યાણનો, માતૃભૂમિનાં વિકાસનો અને એ કામ કરવા માટે પોતે પોતાના પ્રાણની પણ પરવાહ કરતા નથી. એમનાં મન અને મગજ પર ઍક જ ધૂન સવાર હોય છે એ છે માતૃભૂમિ કાજે કઇંક કરી બતાવવાની.
આમ તો પ્રેમનાં બે પ્રકાર છે. ઍક ઇશ્કે હકિકી અને ઇશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ એ ઇશ્કે હકિકી છે અને ઈશ્વરે બનાવેલા માણસો પ્રત્યેનો પ્રેમ ઇશ્કે મિજાજી છે. આપણાં દેશભકતોનો પ્રેમ એ ઇશ્કે હકિકી પ્રેમ છે. એનાં મન આ દેશએ જમીનનો ટુકડો નથી ઍક જીવતી જાગતી દેવી સમાન છે. અને આ દેવીને,પોતાના ઇષ્ટને કાંઈ થાય એતો એમને કેમ પોષાય..!? એટલે એની રક્ષા કરવા માટે એ પોતાના જીવની બાજી લગાડી ડે છે અને પોતાની માતૃભૂમિને કહે છે કે,
ऐ मेरी ज़मीं, अफसोस नहीं, जो तेरे लिए सौ दर्द सहे
હે માં !! તારું રક્ષણ કરતા કરતા કદાચ અમારે સો સો દુખ સહન કરવા પડે તો એમા અમને કોઈ અફસોસ નથી. કારણકે માં ની સેવા કરવી એ તો દરેક દીકરાની ફરજ છે. જે માઁએ જન્મ આપીને મોટા કર્યા, જેનાં ખોળા ખૂંદીને મોટા થયાં હોય એ માઁની સેવા કરવાની જ્યારે તક મળે ત્યારે કોઈ દિકરો ના પાડે જ નહિં, અને એમાંય આ તો એની માતૃભૂમિ માટે છે કે જેની ધૂળ બાળપણમાં એણે ખાધી હોય, જેની શેરીઓમાં રમીને એ મોટા થયાં હોય, એવી માતૃભૂમિ માટે કદાચ એમને મરવું પડે એમ હોય તો પણ એનાં માટે રમત વાત હોય છે. એટલે એ વ્યક્તિ એવું કહે કે જો તારા માટે અમારે કોઈ દુઃખ દર્દ સહન કરવું પડે તો એમા અમને કોઈ અફસોસ નથી.
હે મા..! અમને તો તારી ઈજ્જત,તારી આબરૂ,તારું ગૌરવ વધે એ માટે,તારું ગૌરવ સહી-સલામત રહે એની સાથે મતલબ છે. માટે એવું કહે કે,
महफ़ूज़ रहे, तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे।
અને એ ગૌરવનુ રક્ષણ કરતા કરતા કદાચ અમારાં શરીર પડી જાય તો એનું અમને કોઈ દુઃખ નથી.
કારણકે આ જમીન,આ ભુમિ અમારી મા છે, અમારી પ્રાણ ને પણ પ્રિય છે. અને અમારા શરીરની ઍક એક નસમાં એનાં માટેનો પ્રેમ ભર્યો છે. અને એ ભુમિને કાંઇ થાય એ અમને કેમ પરવડે..!?! માટે એવું લખાય કે,
ऐ मेरी ज़मीं, महबूब मेरी, मेरी नस-नस में तेरा इश्क बहे
અને જેનાં રગે રગ મા દેશભક્તિનું લોહી દોડતું હોય એ માણસ એવું જ ઇચ્છે જે આ દુનિયાનાં નકશામાં એનાં દેશની ચમક કોઈ દીવસ ઓછી ના થાય..! અને કદાચ ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે આપણી માતૃભૂમિની ચમક ઓછી થવા જઇ રહી છે તો એને ચમકાવવા માટે,આ જગતના ચોકમાં ઉજ્જવળ રાખવા માટે એ લોકો એનું લોહી રેડી દેશે..! પોતાના લોહીથી એને સિઁચીને પણ હરિયાળી રાખશે. અને માટે એવું લખાય કે ,
फ़ीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे।
પોતાનુ લોહી રેડીને પણ જ્યારે આ ભારતમાતાને સાચવતા હોય ત્યારે એનાં હ્ર્દયથી કેવા શબ્દો નીકળતા હોય એ હવે આવતા શુક્રવારે…..
Collumnist :- યુગ અગ્રાવત