* યુગપત્રી: ચાર દિવસ જ કેમ ચાંદનીના…!? *
મિત્રો,એક કહેવત છે કે, ‘चार दिन की चांदनी फिर अंधेरी रात’ આપણને એમ સવાલ થાય કે આ ચાર દિવસ જ કેમ ચાંદનીના…!? અને પછી કેમ અંધારી રાત..!? કારણકે પુનમ જાય પછી પણ બે- ત્રણ દિવસ સુધી તો ચંદ્રનું અજવાળું રાતે સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.! તો પછી આ અંધારી એટલે શું..!? આ ચાર દિવસ ચાંદનીના એ ચાંદની એટલે શું..!? એ ચાર દિવસ એટલે શુ..!? આવો પ્રશ્ન ક્યારેય આપણને થતો નથી..! મને પણ આ પ્રશ્ન આજે અચાનક જ થયો, આની પહેલા ક્યારેય આવો પ્રશ્ન થયો નહોતો..! પણ ગુરુકૃપાથી મને એટલું સમજાયું છે કે આ ચાંદની એટલે આપણી જિંદગી. અને આ ચાર દિવસ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા માનવજીવનના ચાર આશ્રમો –
1.બ્રહ્મચર્યાશ્રમ,
2.ગૃહસ્થાશ્રમ,
3.વાનપ્રસ્થાશ્રમ અને
4.સંન્યાસાશ્રમ.
જો આપણે માણસનું અંદાજીત આયુષ્ય 100 વર્ષનું ગણીએ તો આ એક આશ્રમનો સમયગાળો અંદાજે 25 વર્ષ ગણાય અને આ ચાર આશ્રમ પુરા થાય ત્યાં સુધીમાં તો આપણું જીવન પણ પૂરું થઈ જાય એટલે આ અંધારી રાત એટલે કદાચ મૃત્યુ કહી શકાય.
મિત્રો, મારે પણ આજે આ ચાર આશ્રમ પૈકીના એક આશ્રમ અને એમાંય ગૃહસ્થાશ્રમ વિશે વાત કરવી છે. બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુને ઘરે વિદ્યા ભણીને પરત ફરેલા શિષ્યના લગ્ન થાય પછી ગૃહસ્થાશ્રમની શરૂઆત થાય છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશેલા પુરુષના મનમાં પોતાની ભાવિ પત્ની માટેનું એક કાલ્પનિક રેખાચિત્ર કેવું હોય !?
આપણા શાસ્ત્રોમાં પણ એક આદર્શ પત્નીમાં કેવા ગુણો હોવા એ માટે એક શ્લોક આપેલો છે કે,
कार्येषु मन्त्री, करणेषु दासी,भोज्येषु माता शयनेषु रम्भा।
धर्मानुकूला क्षमया धरित्री ,भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥
(गरुड पुराण, पूर्व खण्ड, आचार काण्ड, ६४/६)
कार्य प्रसंग में मंत्री,
गृहकार्य में दासी,
भोजन कराते वक्त माता,
रति प्रसंग में रंभा,
धर्म में सानुकुल,
क्षमा करने में धरित्री,
इन छे गुणों से युक्त पत्नी मिलना दुर्लभ है ।
પણ મિત્રો ઘણા લોકો એવા પણ હશે કે જેમને આ શાસ્ત્રો અને ઉપનિષદોથી અજાણ છે. ઘણા એવા ભોળા માણસો છે કે જે આ શાસ્ત્રો કે ઉપનિષદો વાંચી નથી શકતા એમના મનમાં એમની ભાવિ પત્નીમાં કેવા ગુણો હોવા જોઈએ એ વિશે મારે આજની અને આગામી યુગપત્રીમાં વાત કરવી છે. અને એ માટે મેં પસંદ કર્યું છે ફિલ્મ हिमालय की गोद में માંથી કલ્યાણજી-આણંદજી એ કમ્પોઝ કરેલુ, મુકેશ એ ગાયેલું અને આનંદ બક્ષીએ લખેલુ એક ભાવસભર ગીત, જેના શબ્દો છે:-
एक चांद सी महबूबा हो मेरी…..
તો આવતા શુક્રવારે જોઈએ આ ગીતને એક અલગ જ અંદાઝ માં… ત્યાં સુધીમાં તમે જો આ આખું ગીત ન સાંભળ્યું હોય કે ન વાંચ્યું હોય તો લ્યો આ રહ્યું એ ગીત વાંચી લો અત્યારે જ….
चाँद सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था
हाँ तुम बिलकुल वैसी हो जैसा मैंने सोचा था
ना रस्में हैं ना कसमें हैं
ना शिकवे हैं ना वादे हैं
इक सूरत भोली भाली है
दो नैना सीधे सादे हैं
ऐसा ही रूप खयालों में था
जैसा मैंने सोचा था, हाँ…
मेरी खुशियाँ ही ना बाँटे
मेरे ग़म भी सहना चाहे
देखे ना ख्वाब वो महलों के
मेरे दिल में रहना चाहे
इस दुनिया में कौन था ऐसा
जैसा मैंने सोचा था,
हाँ तुम बिलकुल वैसी हो जैसा मैंने सोचा था…..
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત