મિત્રો ફિરાક ગોરખપુરીનો એક શેર છે કે,
रात भी, नींद भी, कहानी भी
हाय, क्या चीज़ है जवानी भी
કવિએ એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપતા કહે છે કે જેવી રીતે બાળપણમાં એક સરસ મજાની રાત જામી હોય,પોતે હેતથી દાદા કે દાદીને ખોળામાં બેસીને વાર્તા સાંભળતા હોય અને એવામાં ઊંઘ પણ આવતી હોય ત્યારે એને વાર્તા પણ સાંભળવી હોય,એને ઊંઘ પણ કરવી હોય આવું જે એક ધર્મસંકટ જેવું ઉભુ થાય ત્યારે બાળક મુંઝાઈ જાય છે કે શું કરવું ને શું ના કરવું !? એમ યુવાનીના ઉંબરે પણ મુકતા પણ એવું જ થાય છે એક બાજુ એના મનમાં એને મંજિલ પામવાની હોંશ હોય છે તો બીજી બાજુ દુનિયાના જંગલમાં છુટો ફરતો એ સિંહ કોઈ નાજુક હરણીની નજરનો શિકાર પણ થઈ જતો હોય છે. આમ એની પાસે બે પસંદગી હોય છે એક તો એને પોતાના સપના પુરા કરવા હોય છે અને બીજું કે એ કોઇના પ્રેમમાં પણ પડી શકે છે. આમ તો યુવાની એ ઉંમરનો એવો તબક્કો છે કે જેમાં લગભગ કોઈ એવું હોય છે કે જે પ્રેમમાં પડ્યા વિના રહી શકે.!!
પણ મને લાગે છે આજની જનરેશનનો પ્રેમ એ જરાક બટકણો પ્રેમ છે. આજની જનરેશનનો પ્રેમ એ કાચ માફક કચકડાનો પ્રેમ છે કે જેમાં એકાદ ઠેસ આવે એટલે ભાંગીને ભુકો થઈ જાય અને એટલા માટે જ કદાચ આજના આ નવા જમાનામાં જેટલી વાર પ્રેમમાં પડવામાં નથી લાગતી એના કરતાં ઓછા સમયમાં તો એમનું બ્રેક-અપ થઈ જાય છે.
અને જ્યારે કોઈ યુવક કે યુવતીનું બ્રેક-અપ થાય ત્યારે એની પાસે બે રસ્તા જ વધ્યા હોય એવું એને લાગે છે. એક તો એને આ સંસારમાંથી રસ ઉડી ગયો જોય એવું લાગે છે. એની ઉપર ક્ષણિક વૈરાગ્ય હાવી થઈ જાય છે .ટૂંકમાં હું તો એની સ્થિતિ દેવદાસ જેવી થઈ જાય છે. એ બસ પોતાના માં જ ખોવાયેલા રહે છે. આવું ખાસ કરીને પુરુષોમાં કિસ્સામાં થાય છે એક તો પુરુષો આમ પણ થોડા અતડા સ્વભાવના હોય છે. બહુ જલ્દી કોઈની સાથે ભળી શકતા નથી.માંડ માંડ કોઈ એક વ્યક્તિ સાથે એ દિલ ખોલીને વાત કરતા થયા હોય અને એમાં સામેવાળી વ્યક્તિ એને છોડીને જતી રહે એટલે પુરુષો જાણે સાવ સાયલન્ટ મોડમાં આવી જતા હોય છે.
અને એના કરતાં પણ નવાઈની વાત તો એ છે કે પ્રેમમાં નિષ્ફળ જનાર વ્યક્તિ વ્યસની બની જતો હોય છે. ખાસ કરીને મહાનગરોમા અત્યારે તરુણો અને યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ફિલ્મમાં દેખાડવામાં આવતા દ્રશ્યોની માફક એ પણ પોતાનું દુઃખ ભુલવવા માટે દારૂ કે સિગારેટનો સહારો લે છે. ક્યારેક કોઈ યુવક એ યુવતી પર એસિડ ફેંકે છે. જેને એક સમયે દિલોજાનથી ચાહનારો માણસ જ એને મારી નાખવા માટે તૈયાર થઈ જાય એ વાત ખરેખર નવાઈ પહોંચાડે એવી છે.અને ખાસ કરીને મહાનગરોમાં આવા કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે.કોઈ યુવતી જો એના પ્રપોઝલને સ્વીકારે નહીં તો એને યેનકેન પ્રકારે કે ધાકધમકી આપીને પણ પોતાના વશ કરવાનો પ્રયત્ન કરે અને જો એ એને વશ ના થાય તો એને હાનિ પહોંચાડે છે.
આમ પ્રેમમાં નિષ્ફળ જનાર વ્યક્તિના મન પર બે પ્રકારની અસર થતી હોય છે એમ કહી શકાય.એક તો એ પોતે માનસિક રીતે સાવ નબળાં બની જતા હોય છે કે પછી એટલા એગ્રેસિવ બની જતા હોય છે કે એમને એ પણ ખ્યાલ નથી રહેતો કે પોતે પોતાને તથા પોતાના પ્રિય પાત્રને જાણે કે અજાણે નુકસાન કરી બેસે છે.
હવે આપણને એમ સવાલ થાય કે તો શું કોઈ વ્યક્તિ પ્રેમમાં નિષ્ફળ જાય એ વાતનુ એને દુઃખ ના થવું જોઈએ.!? જેને પોતે ખુબ ચાહતો હોય એ વ્યક્તિ જ એને છોડીને જતી રહે તો એનું દુઃખ ના થાય..!?
આપણે બધા લાગણી ના તાંતણે બંધાયેલા હોવાથી એ દુઃખ થાય એ સ્વાભાવિક છે પણ એ વાતને લઈને પછી આજીવન રડવા ના બેસાય.એની પીડાનું પોટલું ઊંચકીને પછી ફરવાનું ના હોય.એના માટે તો એ ઘટનાને ભુલી જઈને પોતાના સપના સાકાર કરવા માટે મહેનત કરવી જોઈએ કે જેથી કરીને જે લોકો આપણને આપણા ખરાબ સમયમાં છોડીને ગયા છે એમને પણ પસ્તાવો થાય કે એમણે કઈક ખોટુ કર્યું છે. તો આવો જ કંઈક સંદેશો આપણને એક ગીતમાંથી મળે છે અને એ ગીત છે ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલકથા સરસ્વતીચંદ્ર પરથી પ્રેરિત થઈને 1968માં બનેલા ફિલ્મ સરસ્વતીચંદ્રનું. જેના ગીતકાર છે ઈંદિવર,જે લતા મંગેશકરના કંઠે ગવાયેલુ છે અને જેનું સંગીત કલ્યાણજી-આણંદજીએ આપ્યું છે એવું ગીત :- छोड़ दे सारी दुनिया किसीके लिए…
આવતા શુક્રવારથી યુગપત્રીમાં આપણે માણીશું આ ગીતને
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત