મિત્રો,ગઇ યુગપત્રીમા આપણે જોયું કે કોઈનું આપણી સાથે હોવું એ જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. હવે આગળ,
पल दो पल की ही क्यों है ज़िन्दगी
इस प्यार को है सदियाँ काफी नहीं
तो ख़ुदा से मांग लूँ
मोहलत मैं एक नयी,
रहना है बस यहां,
अब दूर तुझसे जाना नहीं.
जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है,
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है.
મિત્રો,આપણે ક્યારેય વિચાર કર્યો છે કે જો 3 કલાકનું ફિલ્મ જોઈએ તો આપણને સમય ક્યા જતો રહે એનો પણ ખ્યાલ હોતો નથી,અને એ જ 3 કલાક માટે આપણે જો એમને એમ બેસવાનું હોય તો એ સમયગાળો ખુબ લાંબો લાગે છે. મનોવિજ્ઞાનનો ઍક સિધ્ધાંત છે કે જે કાર્ય આપણને ગમતું હોય ને એ કાર્ય કરવામાં સમય ક્યાં જતો રહે છે એની આપણને ખબર નથી પડતી, આપણને એ સમયગાળો ટૂંકા ગાળાનો લાગે છે.
આમ જે માણસને પ્રેમ થાય ને પછી ઍને આ 100 વર્ષની જીંદગી પણ નાની લાગે છે.અને સાચી વાત છે, પ્રેમની અનુભૂતિ કરવા માટે તો કદાચ ઍક આયુષ્ય ઓછું જ પડે ! માણસને પ્રેમ થાય પછી બધુ લયમાં જતું હોય એમ લાગે. પ્રેમ થાય એટલે જીવનમાં જાણે કે ઍક harmony આવે છે. અને પોતાના ગમતા વ્યક્તિ સાથે રહેવું તો કોને ના ગમે..!!? એટલે આ ગીતની શરૂઆતમાં ઍક ફરીયાદનો સુર ઉઠતો હોય એવું લાગે કે,
पल दो पल की ही क्यों है ज़िन्दगी,
કે આ જીંદગી આટલી બધી નાની કેમ છે.!? પ્રેમ થાય પછી જીવન નાનું લાગે છે. પોતાના ગમતા વ્યક્તિ સાથે હજુ ઍને સમય ગાળવો હોય છે. વરસતા વરસાદમાં એનાં હાથનાં ગરમ કોફીના કપમાં ઓગળવું હોય છે, હજી ઑફિસના સમયે જતા એનાં ખિસ્સામાં રૂમાલ ને પાકીટ ગોઠવવું હોય છે,શાકમાં સેવ ટમેટા છે અને પછી ટિફિનમાં સરપ્રાઇઝ આપવાનું ઍને ગમતું હોય છે, સાંજે evening walk માં એની સાથે ચાલવું ઓછું અને વાતો વધું કરવી હોય છે. વારે -તહેવારે મીઠાઇના નાના-નાના પેકેટ બનાવીને જરૂરિયાતમંદને આપીને મીઠાશ વહેંચવી હોય છે. આ બધી યાદી તો બહુ લાંબી થાય.પણ એ બધી ઇચ્છા પુરી કરવાનો સમય ગાળો કેટલો..!? તો કવઃ બહુ ટૂંકો… એટલે તો ગીતકાર એવું લખે કે,
इस प्यार को है सदियाँ काफी नहीं,
પણ હવે કરવું શું..!? આ ‘ રાત થોડી ને વેશ ઝાઝા ‘ છે ત્યારે શુ કરવું.તો ઍક રસ્તો દેખાય કે હવે ઇશ્વર પાસે થોડી મહૉલંત માગી લઉં.થોડો વધું સમય માગી લઉં કે જેથી આ બધુ અનુભવી શકુ, માણી શકુ ઍટલે,
तो ख़ुदा से मांग लूँ
मोहलत मैं एक नयी,
મિત્રો, ગીતકારે શબ્દો બહુ સરસ વાપર્યા છે :- मोहलत एक नयी,
ઍક નવી મહૉલત જોઈએ છે એનો મતલબ કે આની પહેલા પણ ઍક મહોલત આપેલી છે. પણ એ વખતેં એકલા હોવાથી આ બધુ અનુભવી નથી શકાયું. હવે જ્યારે કોઈ આપણું આપણી સાથે છે ત્યારે જીવન જીવવાની મજા માણવી છે. મહૉલત માગવી છે પણ એમાં શુ માંગવું છે..!? તો કે બસ અહીં,એની સાથે રહેવા દે એટલું જ માંગવું છે. બીજુ કાંઇ નથી જોઈતું.ઍટલે,
रहना है बस यहां,
अब दूर तुझसे जाना नहीं.
અને આ પઁક્તિ વાંચું એટલે મને નરસિંહ મહેતા યાદ આવે કે,
” હરિના જન તો મુક્તિના માંગે, માંગે જન્મ જન્મ અવતાર,
નિત્ય ઉત્સવ,નિત્ય કીર્તન,ઍને તો નીરખવા નંદકુમાર. “
જેને કૃષ્ણની સાથે પ્રેમ થયો છે એને મુક્તિની સ્હેજ પણ ઇચ્છા નથી. ઍને તો જન્મ જન્મ અવતાર લઇને રહેવું છે. કૃષ્ણનાં દર્શન કરવા છે અને કીર્તન ગાવા છે. ઍને તો બસ કૃષ્ણ સાનિધ્યમાં રહેવું છે.
એમ જ્યારે કોઈ વ્યક્તિ આપણાં જીવનમાં આવે છે અને એમાંય આપણાં જીવનનો ઍક અગત્યનો ભાગ બની જાય છે ત્યારે આપણને બસ બીજુ કાંઇ નથી જોઈતું હૉઇતુ એનો સાથ જ કાફી છે.
મિત્રો,પ્રેમ સગવડો જોઈને નથી થતો,પ્રેમ તો સાફ હ્ર્દય જોઈને થાય છે જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે એનાં સુખનો આધાર સાધનો પર નથી હોતો.! ઍને આત્મિક આંનદની અનુભૂતિ થાય છે.પણ આવા આત્મિક આનંદની અનુભૂતિ ક્યારે થાય..!? તો કે જ્યારે કોઇક આપણું હમદર્દ હોય. એટલાં માટે ગીતકાર લખે કે,
जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है,
ગીતકારે બહુ સરસ શબ્દ વાપર્યો છે :- હમદર્દ. હમદર્દ એટલે જે આપણા દુઃખનો ભાગીદાર હોય. મિત્રો,સુખના સગા તો સૌ કોઈ હોય છે પણ જે વ્યક્તિ કપરી પરિસ્થિતિમાં આપણી સાથે ઉભા રહે એ જ સાચો સાથી. અનુકુળ સમયે કદાચ એ અળગા રહેશે પણ પ્રતિકૂળ સમયે પ્રગટ થાય એ જ સાચો સાથી.અને આવો સાથી જ્યારે આપણી સાથે હોય ત્યારે દુખ આવી પડે ને તો એ પણ હસતા હસતા સહન કરી શકીએ.એટલાં માટે આગળ લખ્યું છે કે,
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है.
હા,જ્યારે આપણી સાથે આવો હમદર્દ હોય ત્યારે જગતની મુસીબતો સામે કોલર ઊંચો કરીને વટથી કહી શકીએ કે તો તારે થાય એ કરી લે જે..! કારણકે મારો હમદર્દ મારી સાથે છે.
મિત્રો, ગીતકર ધારત તો હમદર્દની જગ્યાએ હમસફર શબ્દ પણ વાપરી શક્યા હોત. પણ હમસફર કરતા હમદર્દ શબ્દ આ ગીતમાં બહુ બંધ બેસે છે કારણકે જીવનની રાહમાં ક્યારેક કોઈ કાંટો વાગે તો કદાચ હમસફર આપણને છોડીને આગળ જતો રહેશે. પણ આપણને પગમાં કાંટો લાગે ને એની પીડા સામેવાળાની આંખમાં દેખાય એનું નામ હમદર્દ. અને આવી વ્યક્તિ મળે ત્યારે જીવન જન્નતથી કમ નથી હોતું. માટે આપણે પણ આપણી સાથે રહેલા લોકો માટે હમદર્દ બનીએ. અને
આ ગીતનાં બીજા અંતરાને માણવા માટે મળીએ પાછા આવતાં શુક્રવારે……!
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત