તમે ઘણી વાર ફિલ્મોમાં સુંદર સનસેટ જોયા હશે. તેને જોઇને તમને એવુ થતુ હશે કે, આ જગ્યા આપણે પણ જોઇ શકતા હોત તો કેવુ સારુ. તો હવે અમે તમને જણાવીશુ કે કઇ જગ્યાએ તમને ફિલ્મોમાં જોવા મળે છે તેવા જ સનસેટ જોવા મળશે. ત્યાં જઇને ફોટાગ્રાફી કરવાનુ ન ચૂકવુ જોઇએ. ઘણા સ્થળ તો ફક્ત સનસેટ માટે જ પ્રખ્યાત હોય છે.
- સનસેટ પોઇન્ટ, અગુમ્બે (કર્ણાટક):
આ સનસેટ પોઇન્ટ શિમોગા જીલ્લામાં વેસ્ટર્ન ઘાટ પર સૌથી ઉપર સ્થિત છે. આ પોઇન્ટને સાઉથનુ ચેરાપૂંજી પણ કહેવામાં આવે છે. - સનસેટ પોઇન્ટ (કન્યાકુમારી):
ભારતનું આ અનોખુ શહેર છે જ્યાં દરિયાના સમન્વય સાથે મજાનો સનસેટ પોઇન્ટ પણ છે. અહીં સનરાઇઝ અને સનસેટ બંને બેહદ સુંદર લાગે છે. - પલોલેમ તટ (ગોવા):
આ જગ્યા ગોવાના કંકોણા એરિયામાં છે. આ અર્ધચંદ્વાકાર આકારમાં બનેલુ છે. તાડના વૃક્ષોને લીધે તેની ખુબસુરતી વધી જાય છે. અહીં નાની ઝુંપડીઓ પણ બનેલી છે જે સનસેટ સમયે ખુબ સુંદર લાગે છે. - ઉમીયમ ઝીલ સનસેટ (મેઘાલય):
આ ઝીલના કિનારે જ્યારે સનસેટ થાય છે ત્યારે એવુ લાગે છે કે સૂરજ ધીરે ધીરે પાણીમાં ડૂબી રહ્યો છે. આ સનસેટ પોઇન્ટને દેશનો સૌથી સુંદર સનસેટ પોઇન્ટ માનવામાં આવે છે. - માથેરાન સનસેટ પોઇન્ટ (મહારાષ્ટ્ર):
માથેરાનની ઘાટીથી તમે સુંદર સનસેટનો નજારો જોઇ શકો છો. અહીં 30 જેટલા સનસેટ પોઇન્ટ આવેલા છે. - કચ્છનું રણ (ગુજરાત):
અહીં સનસેટ ખુબ સુંદર લાગે છે. જ્યારે તમે અહીં સનસેટ જુઓ છો ત્યારે એવુ લાગે છે કે તમારા વચ્ચે કોઇ નથી ફક્ત વિશાળ સફેદ રણમાં તમે અને સૂરજ જ છે જે ડૂબી રહ્યો છે.
તો જો તમને પણ સનસેટ જોવાનો શોખ છે તો આ જગ્યા પર જઇ આવો અને ફોટોગ્રાફી કરવાનુ ન ચૂકશો.