તમે હાલરડું ઈંગ્લીશમાં ગાવ છો..!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમે હાલરડું ઈંગ્લીશમાં ગાવ છો..!
પરીઓને દેશ જવા નીકળેલી પેઢીને બાર્બીની ક્લબમાં લઈ જાવ છો..!

મમ્મીને મૉમ કહે,પપ્પાને પોપ્સ
ભાઈભાંડુ સીબલીંગ માં ખોવાયા..
ફૂલોને અડકેલા નાજૂકડા હાથ
ગુડ મેનર્સના બહાને ધોવાયાં…
દાદાને ગ્રાનડપા કહેવાનું શીખવીને
મનમાં ને મનમાં હરખાવ છો..!

એવું કંઈ હોય? કોઈ સપનાને ઈંગ્લીશમાં જુએ ત્યારે જ પડે સાચું?
મારી માતૃભાષા મીઠો હોંકારો દે
જ્યારે હું સપનાને વાંચું
વરસે વરસાદ ત્યારે રેઈનકોટ પહેરીને ઈંગ્રેજી ઈંગ્રેજી ન્હાવ છો..!

હર્ષા દવે.

Share This Article