અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમે અનિતા ડોંગરેના એન્ડ અને ગ્લોબલ દેશી સ્ટોરની ડિઝાઈનર સાથે મુલાકાત લીધી હતી. બંનેએ વાતચીતમાં કહ્યું હતું કે પરિધાનો કઈ રીતે મહિલાઓને સશક્ત બનાવે છે. અનિતાના મતે ફેશન વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મસંવેદનાને વેગ આપવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવે છે. સ્ટાઈલ એ તમારા વ્યક્તિત્વનો, તમારો અને તમે જે જૂઓ છો તેનો અરીસો છે. એક ડ્રેસ તમને તમારી મનપસંદ જોબ મેળવવામાં આત્મવિશ્વાસ આપવા, મહત્ત્વની બિઝનેસ મીટિંગ કે માત્ર તમારા મૂડને સારો કરવા કે તમને ખુશ કરવામાં મદદ કરે છે – તે એક ગેમ ચેન્જર છે! જેથી હાઉસ ઓફ અનિતા ડોંગરે હંમેશા એવી ડિઝાઈન્સ બનાવવા ઈચ્છે છે કે જે આ આધુનિક મહિલાને અનુરૂપ હોય, તે પહેરવાલાયક તથા સરળતાથી જ તે જાજરમાન દેખાય અને છતાં લોકો, સ્થળો અને પ્રસંગોમાં તેને અલગ પાડે.
અનિતાએ પોતાની આ સફર વિશે કહ્યું કે શા માટે તેણે પોતાની કંપની એન્ડ સાથે શરૂ કરી. તેનો ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય તેના માટે પસંદગી નહીં પણ એક ફરજિયાત મુદ્દો હતો. તેમણે કહ્યું હતું, ‘લગભગ 20 વર્ષ પહેલા, મેં વસ્ત્રોનું કલેક્શન તૈયાર કર્યું હતું, જેના માટે મને ખરેખર ગૌરવ હતું. ડિઝાઈન્સ કે જે આજની યુવા કામકાજી મહિલાઓ કે જે મહિલાઓ પશ્ચિમી પરિધાનો સાથે પ્રયોગો કરવા તૈયાર છે, તેમને અનુરૂપ હતી. જો કે મેં જ્યાં પણ એ પરિધાન મોકલ્યા તેમાંથી કોઈ બુટિકે તેનો સ્વીકાર ન કર્યો. પરંતુ તેનાથી મારો આત્મવિશ્વાસ ડગ્યો નહોતો અને મેં નિર્ણય લીધો કે હું એ મારી જાતે જ કરીશ – અને આ રીતે એન્ડનો જન્મ થયો અને આજે તે ઘરેઘરે જાણીતું નામ છે.’
#ANDIRISE એક પહેલ છે જ્યાં બહાદુર, ઑફ-બીટ અને હિંમતવાન મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ફોરમ દ્વારા, અમે મહિલાઓની વાર્તાઓ શેર કરીએ છીએ, જે પડકારો હોવા છતાં, આગળ વધો અને નવી ઊંચાઈ સુધી પહોંચે છે.
ખૂબજ સહૃદયી અને પ્રેરણાદાયી સેશન પછી, યામીએ પણ અનિતા ડોંગરેના ગ્લોબલ દેશી સ્ટોરની મુલાકાત લીધી અને બ્રાન્ડ દ્વારા નવા લોન્ચ કરાયેલા ફેસ્ટિવ કલેક્શનને નિહાળ્યું હતું. અભિનેત્રીએ કલેક્શનમાંથી તેની ફેવરિટ તહેવાર સંબંધિત પસંદગી પણ કરી અને ઓડિયન્સ સાથે કેટલાક બોલિવુડ ટ્રેન્ડ અંગે જાણકારી શેર કરી. યામીએ આ ફેસ્ટિવ સિઝનમાં કઈ રીતે પરિધાનોને સરળતાથી સ્ટાઈલીશ કરી શકાય તેની કેટલીક ટિપ્સ પણ આપી હતી.