વસાડવા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે યોગ દિવસની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

યોગના મહત્વને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વિવિધ સંગઠનો, સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણ સંસ્થાઓએ પણ આ દિવસને ઉત્સવભેર ઉજવવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ઘ્રાંગંધ્રા તાલુકાની વસાડવા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે શાળાના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને વિવિધ યોગાસનો કરી યોગના મહત્વને સમજ મેળવી હતી.

Yoga Nitin03

શાળાના આચાર્ય નિતીન દસલાણીયાએ જણાવ્યું હતું કે યોગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વતા ધરાવે છે. વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને પ્રાણાયામ, આસનો અને યોગાભ્યાસ કરાવી તેની મહત્વતાની સમજ આપવામાં આવી.

આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Share This Article