અમદાવાદ: આજે વર્લ્ડ ડેફનેસ (બહેરાપણું) ડે પર શહેરમાં વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા બહેરા બાળકો માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાઓ આવા સેવાકીય પ્રયાસો સદંતર કરતું રહે છે, તેમાં બેમત નથી, પણ આજે શહેરમાં એક ૩૩ વર્ષીય યુવક પ્રનિત હેમ દેસાઇ દ્વારા આવા અનેક બહેરા બાળકોના લાભાર્થે એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓએ પ્રાચીન અને કિંમતી ચીજો જેવી કે ગેઝેટ, રાડો ઘડિયાળ વગેરે. ની હરાજી કરીને રૂ. ૧ કરોડનું ફંડ એકઠું કર્યુ જે તેમણે બહેરા બાળકો માટે કાર્યરત સેવાકીય સંસ્થા તારા ફાઉન્ડેશનને ડોનેટ કરી દીધું હતું.
તારા ફાઉન્ડેશનનો ઉદ્દેશ ગુજરાતને ડેફનેસ ફ્રી બનાવાનો છે. તે માટે સંસ્થા અવિરત કાર્ય કરતી આવી છે. તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરતા પ્રનિત હેમ દેસાઇ દ્વારા વર્લ્ડ ડેફનેસ ડે પર કરવામાં આવેલી આ અનોખી પહેલ ખૂબ જ પ્રશંસનીય છે.
પ્રનિત હેમ દેસાઇએ જણાવ્યું કે, “જરૂરિયાતમાંદ બાળકોના કામ આવીને હું ખુદ્દને ધન્ય સમજું છું. હું ઇચ્છું છું કે ગુજરાત સંપૂર્ણ ડેફનેસ મુક્ત બને, અને તે તરફ હું મારું ૧ ટકા પણ યોગદાન આપી શકું તો મને ખુશી થશે. તારા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી સેવા પ્રશંસનીય છે.”