આધુનિક સમયમાં ગળાકાપ સ્પર્ધા વચ્ચે લાઇફસ્ટાઇલ દરેક વ્યક્તિની બદલાઇ રહી છે. વધતા જતા વર્કલોડના કારણે સેક્સ લાઇફને પણ ભારે નુકસાન થઇ રહ્યુ છે. હાલના સમયમાં તો લાઇફસ્ટાઇલમાં જાબ અને ઘર પરિવારની વચ્ચે સંતુલન બનાવવા માટેની બાબત પણ મુશ્કેલરૂપ બની ગઇ છે. બંને પ્લેટફોર્મ પર પોતાને સાબિત કરવા માટે દબાણ પણ ઝડપથી વધી રહ્યુ છે. સૌથી ચિંતાજનક બાબત હાલમાં ઉભરીને સપાટી પર આવી છે તે એ છે કે વર્કલોડના કારણે ઉભા થઇ રહેલા ટેન્શન અને દબાણના કારણે સેક્સ લાઇફને ભારે નુકસાન થઇ રહ્યુ છે. ઘર હોય કે પછી ઓફિસ, કામના વધારાના દબાણના કારણે સેક્સ લાઇફને માઠી અસર થઇ રહી છે. બેડરૂમ લાઇફ માટે આ દબાણ સારી બાબત નથી. ટેન્શન વ્યક્તિને અને શરીરને ખુબ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આ તમારી શારરિક ક્ષમતા અને ભાવનાત્મક સંતુલનને પણ નુકસાન કરે છે. ફિજિકલ અને મેન્ટલ રીતે પણ આરોગ્ય પર નુકસાન કરે છે.
સેક્સ લાઇફ પર માઠી એસર કરે તેવા કેટલાક પરિબળ રહેલા છે. આની વાત કરવામાં આવે તો હાર્મોન્સમાં અસંતુલનના કારણે આ સ્થિતી સર્જાઇ શકે છે. ટેન્શનના કારણે નિર્મિત હાર્મોન અમારા ડાઇજેશનને પ્રભાવિત કરે છે. આના કારણે અમે પોતે અમારામાં સુસ્તીનો અનુભવ કરીએ છીએ. જેના કારણે અમારુ વજન ઝડપથી વધવા અથવા તો ઘટવા લાગી જાય છે. આના કારણે લુક્સને લઇને પણ આત્મવિશ્વાસ હચમચી ઉઠે છે. જા અમે અમારા શરીરને પસંદ કરતા નથી તો આત્મવિશ્વાસની સાથે બેડ પર પ્લે કરી શકવાની સ્થિતી હોતી નથી. આના કારણે પાર્ટનરના મુડને પણ અસર થાય છે. કોર્ટિસોલ ટેન્શનથી જન્મ લેનાર હાર્મોન્સ છે. અમારા શરીરને આ હાર્મોન્સની જરૂર તો હોય છે પરંતુ ઓછા સમય માટે અને ઓછા ડોઝ માટે તેની જરૂર હોય છે. જા લાંબા સમય સુધી કોર્ટિસોલ અમારા શરીરમાં મોટા પ્રમાણમાં રિલિઝ થાય છે તો તે અમારા સેક્સ હાર્મોનને દબાવી દે છે. જેના કારણે સેક્સ માટેની ઇચ્છાશક્તિને માઠી અસર થાય છે. જ્યારે અમે ટેન્શનમાં હોઇએ છીએત્યારે આસપાસની ચીજાને અમે અનુભવ કરી શકતા નથી. જે રૂપમાં ચીજા હોય છે તે રૂપમાં ચીજા દેખાતી નથી. પોતાના મેન્ટલ ડિસ્ટર્બન્સના કારણે અમે અમારા પાર્ટનરની ઇચ્છા તરફ ધ્યાન આપી શકતા નથી. તેના ઇશારાને પણ અમે સમજી શકતા નથી. અહીંથી સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઇ જાય છે. આમા કોઇ હેરાની પણ નથી કે અમારા સમાજમાં મોટા ભાગના લોકો શરાબ એટલા માટે પીવે છે કે તેઓ વાસ્તવિક સ્થિતીથી દુર ભાગી શકે. સાથે સાથે નશાની હાલતમાં પણ પોતાના માટે કેટલીક ખુશીની પળ ઉભી કરી શકે છે. આના કારણે કેટલીક વખત લોકો શરાબનો ઉપયોગ કરે છે.પોતાને તરોતાજા રાખવા અને ટેન્શનને દૂર કરવા માટે નિયમિત સેક્સ એક સારો વિકલ્પ છે. સેક્સથી શરીરમાં પેદા થનાર એસ્ટ્રોજન હારમોન ઓસ્ટીયોપોરોસિસ નામની બિમારી નહીં થવા દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
સેક્સના કારણે એન્ડોરફિન હારમોનનું કદ વધી જાય છે જેનાથી સ્કીનની ખૂબસુરતી વધી જાય છે. એસ્ટ્રોજન હારમોન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શરીરની સુખસુવિધાઓને વધારવામાં ઉપયોગી છે. શરીરને આનંદની લાગણી આ હારમોનના કારણે થાય છે. સફળ અને નિયમિત રીતે સેક્સ કરનાર દંપત્તિ વધારે સ્વસ્થ જાવા મળ્યા છે. તેમની ખૂબસુરતી પણ લાંબા સમય સુધી ટકી રહે છે. તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધારે રહે છે. સેક્સથી દૂર રહેનાર લોકો સંકોચ અને અપરાધની ભાવના અનુભવ કરે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સેક્સના લીધે શારીરિક ઊર્જા ખર્ચ થાય છે જેના કારણે ચરબીને ઘટાડવામાં પણ મદદ મળે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એક વખત સેક્સથી ૫૦૦થી ૧૦૦૦ કેલોરી ઊર્જા ખર્ચ થઈ જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સેક્સવેળા કરવામાં આવેલા ચુંબનથી નવ કેલોરી ઉર્જા બર્ન થાય છે. તબીબો અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સેક્સ પ્રવૃત્તિ સ્વસ્થ માનસિકતા જાળવી રાખવામાં પણ ઉપયોગી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આના લીધે શરીરમાં ઘણા પ્રકારના હારમોન પેદા થાય છે જે શરીરને સ્વસ્થ અને ખૂબસુરત રાખવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. આ અગાઉ વૈજ્ઞાનિકો આ બાબત સાબિત કરી ચૂક્યા છે કે સેક્સ ઘણા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે.