મહિલાઓની પસંદગી વિચિત્ર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગર્ભિનરોધક દવા ઉપર આધારિત મહિલાઓ ઓછા આકર્ષક પુરુષની પસંદગી કરે છે. જો કે આ મહિલાઓની પસંદગી વિશ્વાસપાત્ર સાથી ઉપર હોય છે. નવા અભ્યાસમાં આના માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યા નથી પરંતુ જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ મોટાભાગે વિશ્વાસપાત્ર સાથી ઉપર પ્રથમ પસંદગી ઉતારે છે. ગર્ભિનરોધક દવા આધારિત મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સ મામલામાં સંતોષ આપવામાં નિષ્ફળ રહેનાર પુરુષ પાસે ગર્ભિનરોધક દવા ઉપર આધારિત મહિલાઓ પસંદગી ઉતારે છે.

દવા ઉપર આધારિત રહેલી મહિલાઓની આ પસંદગી શા માટે છે તેને લઈને વ્યાપક પ્રશ્નો મહિલાઓને કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ જ્યારે ગર્ભિનરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્યારે સંબંધોની શરૂઆત જે સ્ત્રી-પુરુષોમાં થાય છે તે મામલે પરિણામ જુદા પ્રકારના છે. આ અભ્યાસના ભાગરૂપે દવા ઉપર આધારિત રહેલી મહિલાઓ ઓછા આકર્ષક પુરુષની પસંદગી કેમ ઉતારે છે તે અંગે જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

ફરટાઈલ સાઈકલ તબક્કા દરમિયાન મહિલાઓ જુદા જ પ્રકારનું વર્તનની અપેક્ષા રાખે છે. બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ સ્ટર્લીંગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ૧ હજાર મહિલાઓને આવરી લેવામાં આવી હતી. આ અભ્યાસના ભાગરૂપે પાર્ટનર સાથે સંબંધિત સંબોધોની શરૂઆત વેળા ગર્ભિનરોધક દવા લઈ રહેલી ૧ હજાર મહિલાઓ અને સંબંધોની શરૂઆત વેળા દવા નહીં લઈ રહેલી ૧૫૦૦ જેટલી મહિલાઓને આવરી લેવામાં આવી હતી.

Share This Article