અક્ષયકુમારની ફિલ્મ પેડમેન મહિલાઓ માટે અવેરનેસનું કામ કરી રહી છે. જ્યારે કોઈ બોલિવુડ સ્ટાર આવા વિષય પર ફિલ્મ કરે અને માત્ર ફિલ્મ જ નહીં આખા ભારતમાં અવેરનેસ માટે તેનો પ્રચાર પણ કરે ત્યારે આપણી પણ સામાજિક જવાબદારી વધી જાય છે.
આજકાલ ઘણી એનજીઓ, ક્લબ અને સામાજિક સંસ્થાઓ પણ મહિલાઓને આ ફિલ્મ દેખાડવા લઈ જાય છે. હાલમાં જ અમદાવાદનાં બોપલ વિસ્તારમાં પણ એક સોસાયટીની મહિલાઓ સાથે મળીને પેડમેન જોવા ગયા. આ ફિલ્મ જોયા બાદ તેમણે નક્કી કર્યુ કે તે પણ તેમની આસપાસ એવી મહિલાઓ જે સેનેટરી નેપકીન યુઝ નહીં કરતી હોય તેમને આ કેમ યુઝ કરવુ જોઈએ તે વિશે અવેર કરશે. જે દેશમાં, જે શહેરમાં મહિલાઓ સુરક્ષિત હશે તે દેશ પણ પ્રગતિ કરી શકશે. તો આપ પણ આપની આસપાસની મહિલાઓને આ પ્રકારનાં મૂવી બતાવીને અવેરનેસ લાવી શકો છો.