રખિયાલમાં રહેતી મહિલા સામે પોલીસ કેસ થયો હતો જેથી પતિનો મિત્ર મદદ કરવાના બહાને ઘરે આવતો હતો અને લગ્નની લાલચ આપીને મહિલા સાથે પ્રેમજાળ પાથરી હતી. બાદમાં મહિલાના ઘરે આવીને તથા હોટલોમાં લઇ જઇને અવાર નવાર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું, મહિલાએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ સેક્સ માટે તને રાખી હતી લગ્ન કરવાનો ઇન્કાર કરીને ધમકી આપી હતી.
રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિના મિત્ર કેતન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. જેથી પતિ નાસતો ફરતો હતો. ત્યારે પતિનો આરોપી મિત્ર મદદ કરવાના બહાને અવાર નવાર મહિલાના ઘરે આવતો હતો. તેમજ મહિલાને તારા પતિને અન્ય સ્ત્રી સાથે લફરુ હોવાની વાત કરી હતી. એટલું જ નહી મહિલા સાથે ફોન ઉપર વાત ચીત કરીને લગ્નની લાલચ આપતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેમાં આરોપીએ તેને તેની પત્ની સાથે બનતું ન હોવાથી છુટાછેડા લેવાના અને મહિલાને પણ છુટાછેડા લેવાનું કહીને લગ્ન કરવાનું કહ્યું હતું. દરમિયાન મહિલા સાથે વિશ્વાસ કેળવીને વાંરવાર હોટલ અને તેના ઘરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતુ, દસ દિવસ પહેલા લગ્નની વાત કરતા આરોપીએ તારી સાથે હવસ પૂરી કરવા માટે તને રાખી હોવાની વાત કરીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને તું મારાથી દૂર જઇશ તો જીવવા નહી દઉ કહીને મારી નાખવાની ધમકી આપી હતી.