ઇંડોનેશિયામાં ગયા અઠવાડિયામાં સુલાવેસી ઓફ મુનાદ્વીપમાં ગામની એક મહિલા ગાયબ થઇ ગઇ છે તે ચર્ચાએ જોર પકડ્યુ હતું. તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે તે શાકભાજીના બગીચામાં કામ કરવા ગઇ હતી. બાદમાં તે ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. જ્યારે તે મહિલા વિષે જાણ થઇ ત્યારે તે સાંભળીને દરેકના હોશ ઉડી ગયા હતા.
ન્યૂયોર્ક ટાઇમ્સ અને ફર્સ્ટ પોસ્ટની ખબર પ્રમાણે ૫૪ વર્ષની ઇંડોનેશિયન મહિલા ગયા અઠવાડીયે ગાયબ થઇ ગઇ હતી. બાદમાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન ૭ મીટર એટલે કે ૨૩ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. તેનુ પેટ ખૂબ જ ફૂલી ગયેલુ દેખાતુ હતુ. આ જોઇને ગામવાળાઓને સંદેહ થયો અને અજગરને મારી નાંખવામાં આવ્યો. તેનું પેટ ચીરીને જોયુ તો તે જ મહિલાની લાશ તે અજગરના પેટમાંથી નીકળી હતી.
પોલીસે જ્યારે તે મહિલાના પરિવારના લોકોને બોલાવીને મહિલાની લાશ બતાવી તો તેના પરિવારજનોએ તે લાશને ઓળખી લીધી હતી. પોલીસે તેના પરિવારજનોને જણાવ્યુ હતુ કે, ગામવાળાઓના કહેવા પ્રમાણે તેમને સંદેહ હતો કે આ અજગર મહિલાને ગળી ગયો છે. માટે તેમણે અજગરને મારીને તેનુ પેટ ચીરી લીધુ હતું. જ્યારે અજગરનું પેટ ચીરવામાં આવ્યુ ત્યારે ખરેખર તે મહિલા અજગરના પેટમાંથી જ મળી આવી હતી.