જળ શક્તિ જનની સાથે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મન કી બાત કાર્યક્રમ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને તેમની વાત પહોંચાડે છે. ચાર મહિનાના લાંબા ગાળા બાદ નરેન્દ્ર મોદીએ ફરી રેડિયો મારફતે દેશની પ્રજા સમક્ષ ઉપસ્થિત થઇને અનેક મુદ્દા પર વાત કરી હતી. બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ પીએમ તરીકેનો હવાલો સંભાળી લીધા બાદ આશરે એક મહિના પછી પ્રથમ વખત મન કી બાબ કાર્યક્રમમાં લોકોની સાથે વાત કરી હતી. મોદીએ ખુલ્લા મનની સાથે જનની સાથે વાત કરી હતી. જળ સંરક્ષણ સાથે શરૂ થયેલી વાત વર્ષ ૧૯૭૫ની ઇમરજન્સી સુધી ચાલી હતી. તેમની કેદારનાથ યાત્રા, ધ્યાન અને ચૂંટણીમાં એનડીએ સરકારની પ્રચંડ જીત સહિતના વિષય પર વાત કરી હતી.

એનડીએને પ્રચંડ બહુમતિ આપવા બદલ તમામ લોકોનો મોદીએ આભાર માન્યો હતો. વડાપ્રધાને મોનસુનની ઉદાસીનતા અને દેશોના મોટા ભાગના વિસ્તારોમાં જળની કટોકટીને લઇને વાત કરી હતી. મોદીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ જનશક્તિને જળ શક્તિમાં લગાવી દેવા માટેની અપીલ કરી હતી. મોદીએ એમ પણ કહ્યુ હતુ કે જળ સંરક્ષણના પરંપરાગત તરીકા તરફ આગળ વધી જવાની જરૂર છે. જનતા પાસેથી મોદીએ જળ સંગ્રહ મામલે સુચન માંગ્યા હતા. જળ શક્તિ મંત્રાલયની રચના કરવા માટે સુચન પણ માંગ્યા હતા. પરંતુ માત્ર આટલા કામથી જળ સકંટમાંથી બહાર આવી શકાય છે તે પ્રશ્નનો જવાબ નામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં કેમ નદીઓને જોડવા માટે કામ શરૂ કરાયુ નથી. સર્વોચ્ચ અદાલત અને હાઇકોર્ટના આદેશ છતાં નદી અને બંધની નજીક આવેલા વિસ્તારોમાં અતિક્રમણને દુર કરવા માટેની કામગીરી  કેમ હાથ ધરવામાં આવી નથી તે પણ મોટો પ્રશ્ન રહેલો છે. બંધમાં નદીઓના પ્રવાહ ક્ષેત્રમાં કેમ અંધાધુંધ નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. ગેરકાયદે ખાણ પ્રવૃતિ અને માટી માફિયા પર બ્રેક કેમ મુકી શકાઇ નથી. વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં જે વિષય પર વાત કરી હતી તે વિષય પર મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ વધવામાં આવે તો કામ થઇ શકે છે. આ દિશામાં વિકાસ નવી ઉંચાઇ પર પહોંચી શકે છે.

જનતાની સાથે સાથે તમામ મંત્રાલય અને તમામ સંબંધિત વિભાગોને પણ જાગરક કરવાની જરૂર છે. મોદીએ ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે માત્ર રાજકીય દળો અને  રાજનેતા જ નહીં બલ્કે દેશના તમામ લોકો અત્યાચારથી પરેશાન હતા. જેથી લોકો લોકશાહીની સ્થાપના કરવા ઇચ્છુક હતા. આજે દેશમાં જળ ઇમરજન્સીની સ્થિતી છે. હજારો બંધ અને આશરે ૬૦ ટકા તળાવ અને નદીઓ સુખાઇ ગઇ છે. ભૂગર્ભ જળની સપાટી સેંકડો જ નહીં બલ્કે હજારો ફુટ નીચે પહોંચી ચુકી છે. જન જન જુડેગા જળ બચેગા નારો સારો છે પરંતુ તેના ચરિતાર્થ માટે સરકારને કટિબદ્ધતા દર્શાવવાની જરૂર છે. કેટલાક કઠોર નિર્ણય લેવાની જરૂર છે. તેમને અમલી કરવા પડશે. મોનસુનને લઇને આ વખતે પણ હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. સામાન્યથી કમજોરની આગાહીના કારણે સામાન્ય લોકો પહેલાથીજ પરેશાન છે. મોનસુન દેશના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયુ છે. બાકી જગ્યાએ પણ ટુંકમાં પહોંચી જનાર છે.

Share This Article