દેશમાં હાલના વર્ષોમાં લવ મેરીઝ અથવા તો પ્રેમ લગ્નના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. પ્રેમ લગ્ન માટે જુદા જુદા કારણો પણ રહેલા છે. બીજી બાજુ બાજુ પ્રેમ લગ્ન અથવા તો લવ મેરીઝ વહેલી તકે તુટવાના કારણો પણ સપાટી પર આવી રહ્યા છે. પ્રેમ લગ્ન અથવા તો લવ મેરીઝ હાલના વર્ષોમાં ઝડપથી તુટી રહ્યા છે. આના કિસ્સા અમારી સામે સતત બનતા રહે છે. જાણકાર નિષ્ણાંતોમાં હવે ચર્ચા છે કે જો પ્રેમ લગ્ન સફળ સાબિત થઇ રહ્યા નથી તો પ્રેમ લગ્ન વધારે કેમ થઇ રહ્યા છે. પ્રેમ લગ્ન થવા માટે કેટલાક કારણો છે. કેટલાક વરિષ્ઠ લોકો કહે છે કે પ્રેમ લગ્ન યથાર્થ નથી. પ્રેમ લગ્ન ફિલ્મોમાં તો બરોબર છે પરંતુ વાસ્તવિક લાઇફમાં પ્રેમ લગ્ન તેની સાથે અનેક પ્રકારના પડકારો અને સમસ્યા લઇને આવે છે.
કારણ કે પ્રેમ લગ્નના કેસમાં મોટા ભાગે પરિવારના સભ્યો અને સમાજના લોકો સાથે હોતા નથી. કારણ કે અલગ સમાજમાં લગ્ન હોવાથી તેમનામાં નારાજગી રહે છે. જેથી જ્યારે કોઇ સમસ્યા અને પરેશાની પ્રેમ લગ્ન કરનાર દંપત્તિમાં આવે છે ત્યારે તમામ લોકો હાથ ઉંચા કરી નાંખે છે. કોઇ સાથ આપવા માટે આગળ આવતા નથી. જેથી પ્રેમ લગ્ન ભાંગી પડે છે. તેમને કોઇ સમજાવી દેવા માટે તૈયાર થતા નથી. સમાજના લોકોનુ દબાણ પણ રહેતુ નથી. જેથી પ્રેમ લગ્ન નિષ્ફળ સાબિત થાય છે.
બીજી બાજુ સમાજમાં પરિવારની ઇચ્છાથી કરવામાં આવેલા લગ્નમાં તમામ પરિવારના સભ્યો બીજા પરિવારના સભ્યો, સમાજના લોકો સાથે રહે છે. આવી સ્થિતીમાં કોઇ સમસ્યા હોવાની સ્થિતીમાં પણ સાથે રહે છે. પૂર્ણ મદદ કરવામાં આવે છે. પ્રેમ લગ્નમાં એકબાજુ દેખાવા વધારે રહે છે જ્યારે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવતા લગ્નમાં તમામ બાબતો પહેલાથી જ પતિ અને પÂત્નને ખબર હોય છે જેથી છુપાવવા માટેની કોઇ બાબત હોતી નથી. આવી સ્થિતીમાં લગ્ન જીવન ટકી રહે છે.
જાણકાર લોકો કહે છે કે વિદ્યાર્થીઓના કોલેજ કાળમાં કેટલાક લોફર ગુન્ડા પ્રકારના લોકો પ્રેમ પ્રકરણમાં પડતા રહે છે. પોતાની હિરોપંતિ દર્શાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. યુવતિઓ પણ કોલેજના દિવસોમાં અન્ય પોતાની ફ્રેન્ડોથી આગળ નિકળી જવા માટે આવી નિતી અપનાવે છે. જો કે તેમને ખુબ પરેશાની મોડેથી થાય છે. કારણ કે આવા પ્રકારના લોફર અને ગુન્ડા પ્રકારના યુવાનો પ્રેમ પ્રકરણમાં પડીને યુવતિઓની લાઇફ સાથે રમત કરે છે. કેટલીક નિર્દોષ યુવતિઓ તેમના સકંજામાં આવી જાય છે. કેટલાક કેસોમાં તેમના લગ્ન પણ થઇ જાય છે. જો કે અંતે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યુવતિઓને ગેરમાર્ગે દોરીને લગ્ન કરી લેવામાં આવ્યા બાદ તેમના અસલી ચહેરા સામે આવે છે અને લગ્ન તુટે છે. કેટલાક લોકો દલીલો કરતા કહે છે કે આજના સમયમાં મોટા પાયે લવ મેરીઝ થઇ રહ્યા છે અને સફળ પણ થઇ રહ્યા છે. જો આવી વાત કરવામા આવે છે ત્યારે હરિફ લોકો કહે છે કે પ્રેમ લગ્ન આજની તારીખ સુધી ક્યારેય સફળ સાબિત થયા નથી. પ્રેમ લગ્નના કિસ્સા જ્યારે પણ સાંભળવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે એમ પણ કહેવામાં આવે છે કે અભ્યાસના કિંમતી સમયમાં યુવક યુવતિઓ સમય બગાડીને પ્રેમ પ્રકરણમાં પડે છે અને સમય બગાડે છે. અભ્યાસ બગાડી કાઢે છે. અંતે તેમાં નિષ્ફળતા હાથ લાગે છે.
જાણકાર નિષ્ણાંતો માને છે કે સામાન્ય રીતે પ્રેમપ્રકરણમાં રહેલા તમામ લોકોને બદનામી પણ ખુબ ઉઠાવવી પડે છે. ખુબ ઓછા એવા કિસ્સા છે જે લવ મેરીઝમાં સફળ સાબિત થઇ રહ્યા છે. પરિવારમાં રહીને દરેક વ્યક્તિ લગ્ન કરે તેમ માનનાર લોકો વઘારે છે. જા કે કેટલાક દેખાવામાં માનનાર લોકો કહે છે કે પ્રેમ લગ્નમાં પાર્ટનરો એકબીજાને સારી રીતે સમજે છે. જો કે આવા પ્રેમ પ્રકરણમાં રહ્યા બાદ લગ્ન કર્યા બાદ છુટાછેડાના કિસ્સા પણ જોવા મળ્યા છે. જે દર્શાવે છે કે આ પ્રકારની દલીલો પણ યોગ્ય નથી. પ્રેમ લગ્ન કર્યા બાદ જ્યારે જવાબદારી આવે છે ત્યારે એકપછી એક ખામી સપાટી પર આવવા લાગી જાય છે.