ઉનાળામાં ક્યાં ફરવા જશો ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉનાળો એટલે વેકેશન. તમારા બાળકોની પરિક્ષા પૂર્ણ થતાની સાથે જ વેકેશનનો પ્રારંભ થશે, અને ફરવાના પ્લાનિંગ ડિસકસ થવા શરૂ થઇ જશે. હવે ગરમીમાં ક્યાં ફરવા જવું તે સૌથી મોટો પ્રશ્ન છે. ઘણીવાર બાળકો જીદ કરે છે કે તેમને કોઇ ઠંડી જગ્યાએ ફરવા જવું છે. ત્યારે મોટેરાઓનો આગ્રહ હોય છે કે નેચરને માણી શકીએ તેવી જગ્યાએ ફરવા જઇએ. ભારતમાં જ ઉનાળામાં ફરવા માટે કેટલીક એવી જગ્યા છે કે તમારે ભારતની બહાર ફરવા જવાની જરુર નહી પડે.તો આ પાંચ જગ્યા ઉનાળામાં ફરવા માટે પરફેક્ટ છે.

મુનાર, કેરાલા– કેરાલા એટલે લીલોતરી. ઉનાળાની ગરમીમાં ઠંડક મળે તો મજા આવી જાય. અને મુનારમાં જતાની સાથે જ આંખોને ઠંડક મળશે. તો તમે મુનારમાં ફેમિલી ટ્રીપ પ્લાન કરી શકો.

ગેંગટોક, સિક્કીમ– ત્યાંનું વાતાવરણ ખુશનુમા છે, જ્યાં તમે દાર્જીલીંગ જઇ શકો, ગણેશ ટોક પણ એક ખુબ સુંદર જગ્યા છે.ચંગુ લેક એક અદભૂત જગ્યા છે જ્યાં તમે શાંતિની અનૂભુતી કરી શકો.

 કુનુર,તામિલનાડુ– કુનુરમાં ચા અને કોફીના પ્લાન્ટસ છે જેને જોવા માત્રથી આંખોને શાતા મળે છે.જ્યાં સીમ્સ પાર્ક, ડોલ્ફિન્સ નોઝ વ્યૂ પોઇન્ટ, બોટનિકલ ગાર્ડન ખુબ જ સુંદર જગ્યા છે જ્યાં તમારે ચોક્કસથી જવું જોઇએ.

કશ્મીર- કશ્મીર એ એક પરંપરાગત ઉનાળાનું ફરવા માટેનું સ્થળ છે. જેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે.લદાખ, શ્રીનગર, વૈશ્નોદેવી, ગુલમર્ગ તમારે ચોક્કસ જવું જોઇએ જ્યાં ફૂલોનું સામ્રાજ્ય છે.

 નૈનીતાલ,ઉત્તરાખંડ- રાજભવન, નૈની ઝીલ, નૈનોદેવીનું મંદિર ખૂબ ફેમસ છે. જ્યાં પણ તમે તમારા પરિવાર સાથે ઉનાળાનું વેકેશન એન્જોય કરી શકો

આ સિવાય પણ ઘણી એવી જગ્યા છે જે ગરમીમાં ઠંડકનો એહસાસ કરાવે છે અને જેના માટે બહુ મોટા બજેટની પણ જરુર પડતી નથી.

 

Share This Article