દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે જે કામ કરે તેમાં તેને મોટી સફળતા હાથ લાગે. પરંતુ દરેક વખતે આવી બાબત શકય હોતી નથી. વર્ક પ્લેસ પર કેટલીક વખત ઇચ્છા ન હોવા છતાં કેટલીક ચીજો ખોટી થવા લાગી જાય છે. આવી સ્થિતીમાં આપને પોતાની ભાવના અને સમસ્યાને યોગ્ય રીતે ટેકલ કરવાની જરૂર હોય છે. વર્ક પ્લેસ પર હમેંશા સારો સમય જ ચાલતો રહે તે જરૂરી નથી. જો તમે વર્કિગ પ્રોફેશનલ છો તો કેટલીક વખત આપને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શુ તમે ખરાબ સમયમાં ટેન્શનનો અનુભવ કરો છો ? સમસ્યા સાથે લજડવા માટેના બે તરીકા હોય છે. જે પૈકી એક ઇમોશન ફોક્સ્ડ અને પ્રોબલ્મ ફોક્સ્ડનો સમાવેશ થાય છે.
બંનેનો ઉપયોગ કરીને ટેન્શનને યોગ્ય રીતે ટેકલ કરી શકાય છે. ઇમોશનલ કોપિંગનો અર્થ છે કે નેગેટિવ ઇમોશન્સ અને ટેન્શનને કાબુમાં રાખવામાં આવે. દૈનિક રૂટીન ફોલો કરવાથી ફાયદો થાય છે. જેમ જ તમે પોતાના દૈનિક રૂટીન કામ પૂર્ણ કરો છો તેજી રીતે તમે પોતાની લાઇફમાં કમ્ફોર્ટ જાનને કન્ટ્રોલ કરી શકો છો. દરરોજ સ્ટ્રેસથી રિક્વર થવા માટે કેટલાક વિકલ્પ રહેલા છે. જો તમે ગુસ્સામાં અથવા તો ડિપ્રેસ્ડ છો તો ખરાબ દિવસોને અંગત નિષ્ફળતા તરીકે લેવાની શરૂઆત થઇ જાય છે. પોતાની ભાવના પર લેબલ લગાવવાની જરૂર હોય છે. શુ તમે ગુસ્સામા છો. ટેન્શનમાં છો અથવા તો ડિપ્રેસ્ડ છો. અથવા તો શુ અપમાન થયુ હોય તેમ લાગે છે. જો આવી સ્થિતી છે તો પોતાને હળવી સ્થિતીમાં મુકી દેવાની જરૂર હોય છે. પોતાના ફિજિકલ રિએક્શન પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. ભાવના ઓછી હશે તો સમસ્યા ધીમી ગતિથી પોતાની રીતે દુર થતી રહેશે. જો વર્ક પ્લેસ પર કોઇ સમસ્યા આવે છે તો તેને ઉકેલવા માટે સૌથી પહેલા સમસ્યા શુ છે તે જાણવા માટેના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. કારણ અંગે માહિતી હોવાથી સમસ્યા વહેલી તકે અને સરળ રીતે ઉકેલી શકાય છે.
આપને જજમેન્ટ મોડથી બહાર રહેવાની જરૂર હોય છે. કોઇ પણ સમસ્યા માટે પોતાને દોષિત ગણવાની બાબત બિલકુલ યોગ્ય નથી. એક બાબત હમેંશા ધ્યાનમાં રાખવી જોઇએ કે મોટા ભાગના સફળ લોકો ખુબ આશાવાદી હોય છે. જો તમે કોઇ સ્થિતીમાં નેગેટિવ ચીજો નિહાળો છો તો કારણ શોધી કાઢવામાં ઇમાનદારી રાખવામાં આવે તે જરૂરી છે. આપને સમજી લેવાની જરૂર છે કે સમસ્યા કેટલી પણ મોટી કેમ ન હોય દરેક સમસ્યાનો ઉકેલ તો હોય છે . આ બાબતને સમજી લેવાની જરૂર છે કે અલગ અલગ વલણની સાથે મલ્ટીપલ સોલ્યુશન શોધી શકાય છે. સમસ્યાને નિહાળીને તેની અલગ ફ્રેમિંગ તૈયાર કરવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. અન્ય લોકોના દ્રષ્ટિકોણથી પણ સમસ્યાને સમજી લેવાના પ્રયાસ કરવા જોઇએ. એવી બાબત જાણવાના પ્રયાસ કરવા જોઇએ કે ત્રણ મહિના બાદ અથવા તો ત્રણ વર્ષ પછી આનુ મહત્વ શુ રહી જશે. .જો તમે પગલા લઇ ચુક્યા છો તો તેના ભવિષ્ય અંગે ચિંતા કરવી જોઇએ નહીં. જો તમામ અડચણોને ઓળખી કાઢી છે તો જરૂરી ફેરફાર કરવાની શરૂઆત કરી દેવામાં આવે તે જરૂરી છે. પ્રક્રિયામાં, પ્રયાસોમાં અને સંવાદમાં ફેરફાર કરવાની શરૂઆત કરવાની જરૂર હોય છે. ધ્યાન રાખવા માટેની બાબત છે કે ફેરફાર કરતી વેળા કેટલાક નક્કર નવા પ્રયાસ કરવા પડે છે.
નોકરીની જગ્યાએ ક્રિએટિવિટી ઉભી કરવાના પ્રયાસ કરવા જોઇએ. આના કારણે સફળતા મળે છે. ક્રિએટિવિટી માટે જુદા જુદા કામ કરવાના પ્રયાસ કરવા જોઇએ. સમય સમય પર પોતાના મિત્રો સાથે વાતચીત પણ ઉપયોગી સાબિત થાય છે. પોતાની ઓફિસને સાફ કરવામાં આવે તે જરૂરી છે. કોઇના મેન્ટર બનવાની પણ સ્થિતીમાં લાભ થાય છે. રચનાત્મક અને સકારાત્મક લોકોની વચ્ચે ઘેરાયેલા રહેવાથી મુશ્કેલીના તબક્કામાંથી બહાર નિકળવામાં સહાય મળે છે. કોઇ વ્યક્તિ આપને સાથ આપનાર છે તેવો જો વિશ્વાસ રહે છે તો સારા કામ પોતાની રીતે થવા લાગી જાય છે. સમગ્ર ઉત્સાહની સાથે નોકરીની જગ્યાએ કામ કરવામાં આવે તે જરૂરી છે. બીજામાં રસ લેવાથી કોઇ નુકસાન થશે નહીં.