આ દિવાળી પર વિયેતજેટ તેના અતુલનીય 10 દિવસના સુર સેલ થકી ખુશી અને અતુલનીય બચતો સાથે રોશનાઈનો તહેવાર ઊજવવા માટે ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરે છે. એરલાઈનનું વર્ષનું સૌથી મોટું પ્રમોશન દરેક પ્રવાસને અવિસ્મરણીય બનાવવા માટે તૈયાર કરવામાં આવેલા ખાસ પર્કસ અને ફેસ્ટિવ રિવોર્ડસ સાથે 10 ભારત- વિયેતનામ સીધા રુટ્સમાં ફ્લાઈટ્સ પર 50 ટકા સુધી છૂટ ઓફર કરે છે.
સેલ 10થી 19 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે અને દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલુરુને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સહિત વિયેતનામના ટોચનાં સ્થળોને જોડતી સર્વ ફ્લાઈટ્સ માટે લાગુ થશે. પ્રવાસીઓ www.vietjetair.com થકી બુક કરાય અથવા “વિયેતજેટ એર” મોબાઈલ એપ થકી બુકિંગ કરાય ત્યારે ઈકો-ક્લાસ ભાડાં (કરો અને ફી સમાવિષ્ટ નથી) પર 50 ટકા સુધી છૂટ ઉપલબ્ધ કરવા માટે પ્રોમો કોડ SUPERSALE1010નો ઉપયોગ કરી શકે છે. આ ઓફર 1લી નવેમ્બર, 2025થી 27 મે, 2026 સુધી પ્રવાસ માટે (જાહેર રજાઓ સિવાય) લાગુ છે, જે વર્ષાંતની હોલીડેઝ અથવા વહેલા 2026 ગેટઅવેઝ નિયોજન કરનારા માટે શક્યતાઓનું વિશ્વ ખોલી નાખે છે.
ઉપરાંત 1 અને 25 નવેમ્બર, 2025 વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ વધારાના લાભો માણશે. ઈકો પ્રવાસીઓ માટે વિયેતજેટ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર કોમ્પ્લિમેન્ટરી 20 કિગ્રા ચેક્ડ-ઈન બેગેજ અને વિયેતનામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો પર પ્રી- બુક્ડ હોટ મીલ્સ પર 50 ટકા છૂટ ઓફર કરી રહી છે. દરમિયાન બિઝનેસ અને સ્કાયબોસના પ્રવાસીઓ પ્રોમો કોડ LEADER10નો ઉપયોગ કરીને બધા રુટ્સમાં ભાડાં પર 50 ટકા સુધી છૂટ માણી શકે છે.
આ રોમાંચમાં ઉમેરો કરતાં વિયેતજેટના પ્રવાસીઓ હવે “વિયેતનામનું સૌથી સારું રહેવાલાયક શહેર” તરીકે વ્યાપક રીતે ઓળખાતા દા નાંગના કોસ્ટલ રત્નમાં લક્ઝુરિયસ ફુરામા રિસોર્ટ ખાતે મુકામ પર 50 ટકા સુધી છૂટ પણ માણી શકશે. આ ઓફર 28 ફેબ્રુઆરી, 2026 સુધી સ્ટે માટે લાગુ રહેશે (નિયમો અને શરતો લાગુ), જે પ્રવાસીઓને પ્રીમિયમ બીચ હોલીડે સાથે તેમની ફ્લાઈટ્સની બચતો પૅર કરવાની તક આપે છે.
તો તમારી સીટ બુક કરો, તમારો ફેસ્ટિવ જોશ પેક કરો અને વિયેતજેટ સાથે ઉડાણ કરવા સુસજ્જ બનો. આ 10 દિવસનું સુપર સેલ ઉજ્જવળ પ્રવાસ, અવિસ્મરણીય યાદો અને ખુશી અને પ્રેરણાથી ભરચક દિવાળીની ઉજવણી માટે તમારી ટિકિટ છે.