ઓસ્ટિયોપોરોસિસ બિમારી હાડકામાં થનાર એક એવા પ્રકારની સમસ્યા છે જેના ભાગરૂપે હાડકા ખોખલા થઇને તુટવા લાગી જાય છે.આવી તકલીફ ધરાવતા દર્દીઓ જો બેઠા બેઠા પડી પણ જાય તો હાડકામાં ફ્રેક્ચર થઇ જાય છે. ઇપિડિત દર્દીઓમાં સૌથી વધારે ફ્રેક્ચર પીઠના હાડકા અને શરીરના પાછળના હિસ્સામાં થાય છે. જેના કારણે મોટી વયમાં આ સારવાર શક્ય બનતી નથી. જેના કારણે દર્દી લાચાર બની જાય છે અને બિસ્તરમાંથી ઉભા થવાની સ્થિતી રહેતી નથી.
આ પ્રકારની બિમારીના તોડ માટે વર્ષોથી સારવાર માટેની નવી નવી પદ્ધતિ અને દવાની શોધ કરવામાં આવી રહી છે. હજુ પણ આ પ્રક્રિયા જારી રહી છે. હવે દર્દીઓને રાહત મળે તેવા સમાચાર છે. કારણ કે સીડીઆરઆઇ દ્વારા ઓછી કિંમતમાં ઉપલબ્ધ બની શકે તે પ્રકારની ઓછી કિંમતની દવાના ઇન્જેક્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.