બાળકો થયા ગયા છે તો શુ થઇ ગયુ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

દેશ અને દુનિયામાં કોઇ પણ દંપત્તિની લાઇફ એ વખતે બદલાઇ જાય છે જ્યારે તેમના ઘરમાં બાળકો થઇ જાય છે. તેમની પ્રાથમિકતા પણ સમયની સાથે સાથે બદલાઇ જાય છે. વિચારવાની શક્તિ પણ બદલાઇ જાય છે. પરંતુ જાણકાર લોકો કહે છે કે બાળકો થયા બાદ પણ લાઇફની પુરતી મજા બાળકોની સાથે રહીને પણ માણી શકાય છે. માત્ર લગ્ન અને બાળકોના જન્મ સુધી મહિલાઓએ પોતાનુ ધ્યાન રાખવુ જાઇએ આ તર્કને નકારી કાઢીને પોતાના માટે પણ મહિલાઓ થોડોક સમય કાઢે તે જરૂરી છે. લગ્ન બાદ મહિલાઓના ફ્રેન્ડ સર્કલ લગભગ ખતમ થઇ જાય છે. ફ્રેન્ડના સંપર્કો તુટી જાય છે.

બાળકો અને ઘર પરિવારની જવાબદારી અદા કરતા કરતા તે પોતાની ખુશીનુ ધ્યાન રાખવાનુ પણ ભુલી જાય છે. પરંતુ મહિલાઓ આવુ ન કરે તેમ નિષ્ણાંતો સલાહ આપે છે. યાદ રાખવા જેવી બાબત છે કરે જા તમે ખુશ રહેશો તો જ અન્ય પરિવારના સભ્યોને ખુશ રાખી શકશો. આના માટે મહિલાઓને પોતાના માટે સમય ચોક્કસપણે કાઢવો જાઇએ. પોતાને પેમ્પર કરવામાં આવે તે જરૂરી છે. સપ્તાહ અથવા તો મહિનાઓમાં એક બે વખત ફ્રેન્ડ સાથે વાતચીત અને તેમને મળવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. મિત્રોને મળતા રહેવાથી પણ ખુશ રહી શકાય છે. આના કારણે જુની યાદો તાજી થઇ જાય છે. ખુશ રહેવા માટે મિત્રો સાથે કોઇ હોબી ક્લાસમા પણ જઇ શકો છો. સામાન્ય રીતે મહિલાઓએ લગ્ન પહેલા પોતાના લુક અને ફિટનેસને લઇને સાવધાન રહે છે.

પરંતુ બાળકો થઇ ગયા બાદ આને લઇને વધારે સાવધાન રહેતી નથી. બાળકો થઇ ગયા બાદ તે કેવી દેખાઇ રહી છે તેને લઇને તે ગંભીર રહેતી નથી. તેને કોઇ જુવે કે ન જુવે તેને કોઇ અસર થતી નથી. પરંતુ આ પ્રકારની ભાવના યોગ્ય નથી. પોતાને સ્વસ્થ અને ફિટનેસ પ્રત્યે સાવધાન રહેવામાં આવે તે જરૂરી છે. આ બાબત જરૂરી છે કે પોતાને ખુશ રાખવા માટે પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. મહિલાઓ લગ્ન બાદ પણ ખુશ રહી શકે છે. સાથે સાથે પોતાના જુના મિત્રોના સંપર્કમાં રહીને આગળ વધી શકે છે. સેલ્ફ કેરની બાબત મહિવાઓ માટે ખુબ જરૂરી બની છે. આધુનિક સમયમાં તો મહિલાઓ વધારે સાવધાન રહે તે જરૂરી છે. હવે ટેકનોલોજીના યુગમાં તો મહિલાઓ મોબાઇલ અને અન્ય ડિવાઇસની મદદથી  પણ પોતાને ખુશ રાખી શકે છે. બાળકોનો જન્મ થયા બાદ જે ચીજા પર નકારાત્મક અસર થાય છે તે છે જીવનસાથી સાથે સંબંધો. મહિલાઓ બાળકોની સાથે એટલી વ્યસ્ત થઇ જાય છે કે તેને પોતાના અને જીવનસાથી વચ્ચે જે અંતર છે તેની ખબર રહેતી નથી. સંબંધોની ગરમીને હમેંશા જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. આના માટે જીવનસાથી સાથે ડિનર ડેટ, કેન્ડલ લાઇટ ડિનર અને ફિલ્મો નિહાળવા અને કોઇ જગ્યાએ ફરવા માટેની યોજના બનાવી શકાય છે. ઘરે પણ કેટલાક સમયને સાથે માણી શકાય છે. ભલે મહિનામાં એક વખત બહાર જવામાં આવે પરંતુ આના કારણે સંબંધોમાં ગરમી રહે છે. પતિ અને પત્નિ એકબીજાની પસંદગીની બાબતનુ ધ્યાન રાખે તે જરૂરી છે.

બાળકો થયા બાદ જીવનસાથી સાથેના સંબંધો પર નકારાત્મક અસર થાય છે જેથી જીવનસાથીને પુરતો સમય આપવામાં આવે તે પણ જરૂરી અનમોલ સમયને એક સાથે ગાળવામાં આવે તે જરૂરી છે. ફ્રેન્ડ સર્કલને લઇને લઇને ઉદાસીનતા રાખવામા ન આવે તે જરૂરી છે.સાયકોલોજિસ્ટ તબીબો પણ માને છે કે આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં સામાજિક સંબંધની સીધી અસર થઇ રહી છે. પતિ અને પત્નિના સંબંધો પર બાળકો થયા બાદ નકારાત્મક અસર થવા માટેના કેટલાક કારણો રહેલા હોય છે. જે પૈકી એક કારણ તો એકબીજાને સમય ન આપવા સાથે સંબંધિત હોય છે. કેટલીક મહિલાઓ તો કહે છે કે લગ્નના પાંચ વર્ષ બાદ જ્યારે તે પોતાની ફ્રેન્ડોને મળી ત્યારે તેને કોઇ ઓખળી શકી ન હતી. કારણ કે તે લગ્ન બાદ ખુબ બદલાઇ જાય છે. મોટા ભાગની મહિલાઓ એવી દલીલ આપે છે કે બાળકના જન્મ બાદ તે તેના પર ધ્યાનમા વધારે સમય આપે છે. જ્યારે પતિ પોતાના કામ પર વધારે ધ્યાન આપે છે. આવી સ્થિતીમાં એકબીજા પર ધ્યાન આપી શકાતુ નથી. મહિલાઓ સામાન્ય રીતે લગ્ન થયા બાદ અને ખાસ કરીને બાળકો થયા બાદ પોતાની ખાસ પસંદગીની ચીજાને છોડી દે છે. જેથી તેની સીધી અસર થાય છે. આવી સ્થિતીમાં જાણકાર લોકો મોટા ભાગના દંપત્તિને એકબીજા માટે સમય આપવા માટેની સલાહ આપે છે. આના લીધે બાળકોની હાજરીમાં  ખુશ રહી શકાય છે.

 

Share This Article