અમદાવાદના જન્મ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાં ‘વેલકમ ટુ અમદાવાદ’ ફિલ્મ દર્શાવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ નગરનો જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ તેની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ અમદાવાદના જન્મ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાં ‘વેલકમ ટુ અમદાવાદ ‘ ફિલ્મ દર્શાવાશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચીમનલાલ મંગલદાસ ગ્રથાલય, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેના સર્વપ્રથમ કાર્યક્રમ તરીકે ૨૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના જન્મદિવસ નિમિતે ડૉ. માણેક પટેલ ‘સેતુ’ ઘ્વારા તૈયાર કરવામાં આવેલી ‘વેલકમ ટુ અમદાવાદ’ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવાનું કાર્યક્રમનું આયોજન છે. શ્રી પ્રણવાનંદ વિધાલયના વિધાર્થીઓ સવારે 10 થી 12 કલાક દરમિયાન આ ફિલ્મના કાર્યક્રમ નિમિતે અમદાવાદ વિષે વિશેષ માહિતી મેળવશે.

 

Share This Article