વેટ લોસ : આ ભુલથી વજન વધે છે

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

મોટા ભાગની મહિલાઓ વજન ઘટાડી દેવા માટે સૌથી પહેલા ભોજનનુ પ્રમાણ ઘટાડી દે છે. પરંતુ વજન ઘટાડી દેવા માટે જોયોગ્ય તરીકા અંગે માહિતી નથી તો વજન ઘટાડી દેવા માટેની બાબત સરળ નથી. કેટલાક મામલામાં ખાવાપીવા સાથે જોડાયેલા ભ્રમ પણ વજન વધારી દેવા માટેનુ એઓક કારણ તરીકે રહે છે. તેમને દુર કરવામાં આવે તે જરૂરી છે. વજન ઘટાડી દેવા માટે સામાન્ય રીતે મહિલાઓ કેટલીક ભુલો કરી બેસે છે જે યોગ્ય નથી. જાણકાર લોકો અને નિષ્ણાંત તબીબો પણ કહે છે કે દરેક વ્યક્તિ માટે પ્રોટીનનો ઉપયોગ ખુબ જ જરૂરી છે. તે અમારા શરીરમાં સ્નાયુ અને માંસપેશિયાઓના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. પ્રોટીનની કમી થવાની સ્થિતીમાં માંસપેશિઓ નબળી પડી જાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે છે કે મહિલાઓ પોતાના ડાઇટમાં પ્રોટીનનો ઉપયોગ નહીંવત કરે છે. નિષ્ણાંતો કહે છે કે જો મહિલાઓ વજનને ઘટાડી દેવા માટે ઇચ્છુક છે તો પ્રોટીનનો ઉપયોગ ચોક્કસપણે કરવાની જરૂર છે. જો કે વધારે પ્રમાણમાં પ્રોટીન લેવા માટેની કોઇ સલાહ આપવામાં આવી રહી નથી. શુગર એક કાર્બોહાઇડ્રેટ છે. શુગર આપના શરીરમાં વજનમાં વધારો કરે છે. તે વજન ઘટાડી દેવા માટે અડચણો ઉભી કરી શકે છે. કાર્બોનેટેડ પાણી, ફ્રુટ, ડ્રિ્‌ન્કસ  અને બિયર જેવા શુગર ડ્રિક્સથી હવે બચવાની જરૂર છે. આના કારણે વજનને ઘટાડી દેવામાં મદદ મળે છે. આ ઉપરાંત ફ્રુટ જ્યુસ પણ શરીર માટે લાભકારક સાબિત થાય છે. પુરતા પ્રમાણમાં જે લોકો ઉંઘ લેતા નથી તેમને પણ વજન વધી જવાનો ખતરો રહે છે. તેના કારણે શરીર પર ખરાબ અસર થાય છે. કેટલીક મહિલાઓ ઘર અને બહાર વધારે પડતા કામ કરવાના કારણે પુરતા પ્રમાણમાં ઉંઘ લઇ શકતી નથી. પુરતા પ્રમાણમાં ઉંઘ લેવાના કારણે વ્યક્તિ હમેંશા સ્વસ્થ રહે છે અને સાથે સાથે મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે. આના કારણે વજનને કાબુમાં લેવામાં મદદ મળે છે.

જાણકાર નિષ્ણાંતો કહે છે કે દરરોજ ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ લેવાની સ્થિતીમાં ચોક્કસપણ ફાયદો થાય છે. મોટી સંખ્યામાં મહિલાઓ ફળફળાદી ખાવાથી બચે છે. કારણ કે તેમનુ માનવુ છે કે તેમાં શુગરનુ પ્રમાણ વધારે હોય છે. ફળમાં રહેલા શુગર બહાર તૈયાર કરવામાં આવતા શુગર કરતા બિલકુલ અલગ છે તે બાબત સમજી લેવાની જરૂર છે. તે અમારા શરીરમાં જુદી જુદી રીતે કામ કરે છે. ફળ પૌષક તત્વોથી ભરપુર હોય છે. જે સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જરૂરી હોય છે. તેમાં કોલેસ્ટ્રોલનુ પ્રમાણ હોતુ નથી. જેથી મહિલાઓને પણ ફળોનો ઉપયોગ ચોક્કસપણે કરવાની જરૂર હોય છે. તે કેન્સર, સ્ટ્રોક, ટાઇપ-૨ ડાયાબિટીસ અને સ્થુળતા જેવી તકલીફને રોકવામાં અને તેની સામે લડવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. વધારે નહીં તો પણ થોડીક બાબતો પર પણ ધ્યાન આપવામાં આવે તો વજનને નિયંત્રિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકાય છે. સામાન્ય રીતે જાવામાં આવે છે કે મહિલાઓ જે કઇ ચીજા ખાય છે તેના પર નજર રાખતી નથી. જો મહિલાઓ તેમના વજનને નિયંત્રિત કરવા માંગે છે તો ભોજનના પ્રમાણમાં નજર રાખવાની જરૂર હોય છે.

ભોજન પર નજર નહી રાખવાની સ્થિતીમાં વધારે પ્રમાણમાં કૈલોરીનો ઉપયોગ કેટલીક વખત થઇ જાય છે. બીજી બાજુ ઓછા પ્રમાણમાં કૈલોરી લેવાની બાબત પણ યોગ્ય નથછી. ખુબ વધારે પ્રમાણમાં કૈલોરી ખાવાથી વજન ઘટાડી દેવામાં ક્યારેય મદદ મળશે નહી. ઓછા પ્રમાણમાં કૈલૌરી ખાવાની સ્થિતીમાં વધારે ભુખ લાગે છે. તેના કારણે માંસપેશિયાઓને નુકસાન થાય છે. આના કારણે મેટાબોલિઝમ ધીમુ થઇ શકે છે.પુરતા પ્રમાણમાં ઉંઘ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. પુરતા પ્રમાણમાં ઉંઘ ન લેવાના કારણે વજન ઘટતુ નથી.

રાત્રી ગાળામાં આઠ કલાકથી વધુની ઉંઘ સ્લીમ રાખવામાં મદદરૂપ બની શકે છે. ૮ કલાકથી વધુની ઊંઘ વજન વધવાથી પણ રોકી શકે છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રી ગાળામાં નવ કલાકથી વધુની ઊંઘ વજન વધારવા તરફ દોરી જનાર જિનેટીક પરિબળોને દૂર રાખે છે. આની બિલકુલ વિરુદ્ધમાં ખૂબ ઓછી ઊંઘની માઠી અસર થાય છે. અગાઉના સંશોધનમાં પણ જણાવવામાં આવી ચૂક્યું છે કે ઓછી ઊંઘ અને સ્થૂળતા વચ્ચે સીધા સંબંધો રહેલા છે પરંતુ નવા તારણોથી સ્પષ્ટ થાય છે કે ઊંઘ અને જિનેટિક પરિબળો વચ્ચે શરીરના વજન વધવા સાથે સીધા સંધ રહેલા છે. બેવડા અભ્યાસમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. ૧૦૮૮ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ નવા તારણો જાણવા મળ્યા છે.

Share This Article