ફૂટવેરમાં વેજીસ છે ઈન ટ્રેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક જમાનો હતો જ્યારે વર્કીંગ વુમન કે પાર્ટીમાં જ વેજીસ પહેરાતા હતા. ઓફિશિયલ ફોર્મલ લૂક માટે પહેલા હાઈ હીલ કે પોઈન્ટેડ હીલ જ પહેરવામાં આવતા. આ હીલ અને પોઈન્ટેડનું માર્કેટ તોડી આજે વેજીસ ફેશન ક્રેઝી ગર્લ્સમાં ધૂમ મચાવી રહી છે. હવે સામાન્ય ગૃહિણી હોય કે કોલેજ ગોઈંગ ગર્લ્સ હોય દરેક વેજીસ પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.



તો અહીં અમે તમને બતાવીશું કે કયા પ્રસંગે અને કઈ જગ્યાએ કેવા પ્રકારના વેજીસ પહેરી શકાય.

 

img thing

ઓલ ટાઈમ હીટ છે બ્લેક વેજીસ. ઓફિસ વેર હોય કે કોલેજ …બ્લેક વેજીસ સૌની ફર્સ્ટ ચોઈસ રહે છે. વેસ્ટર્ન વેર પર, પાર્ટી વેર પર, ઈન્ડોવેસ્ટર્ન  વેર પર અને કેઝ્યુલ ડ્રેસ પર પણ આપ આ પ્રકારનાં બ્લેક વેજીસ પહેરી શકો છો.

nude wedges shoes 4

આજકાલ મોસ્ટ પોપ્યુલર વેજીસમાં છે ન્યૂડ કલર્ડ વેજીસ. આ એક એવા વેજીસ છે જે ઓલ મોસ્ટ દરેક આઉટફીટ પર મેચ થાય છે. આ વેજીસ તમે ગમે ત્યારે ગમે તે ડ્રેસ સાથે પેર અપ કરી શકો છો. યંગસ્ટર્સમાં હોટ ફેવરીટ છે આ વેજીસ.

e481560aba00bde4b426f016023938e1 wedge wedding shoes wedding wedges

ટ્રેડિશનલ કે પાર્ટી વેર માટે આ સેન્ડલ વેજીસ પરફેક્ટ છે. જે લોકોને કવર્ડ વેજીસ પસંદ ન હોય તે આ પ્રકારનાં સેન્ડલ વેજીસ પહેરી શકે છે. તેમાં ડલ સિલ્વર અને ડલ ગોલ્ડન કલર લોકો વધુ પસંદ કરી રહ્યા છે. મોટેભાગે ગૃહિણીઓ આ વેજીસને વધુ પસંદ કરી રહી છે. સાડી સાથે પણ આ વેજીસ સારા લાગે છે.

a4c8b4255bf9f6cf8c312b6a0b0d4030 wedge pump wedge shoes

કેઝ્યુઅલ વેર પર તથા રેટ્રો લૂક માટે પણ આ વેજીસ પરફેક્ટ ચોઈસ છે. આજકાલ બ્રાઈટ કલર જેવા કે યલ્લો, ચેરી રેડ, ઓરેન્જ, પેરટ, બ્રાઈટ પીંક, ટીન બ્લૂ જેવા કલર વધુ ટ્રેન્ડમાં છે.  વેજીસ ડોક્ટર પણ રેકમેન્ડ કરે છે.  વેજીસ હિલ કે પોઈન્ટેડ જેટલું શરીરને નુક્સાન કરતું નથી.

Share This Article