એક જમાનો હતો જ્યારે શુભ પ્રસંગે કાળો રંગ પહેરવો અશુભ ગણાતો. લગ્ન જેવા પ્રસંગે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રખાતુ કે તે કાળા રંગનું ન હોય. સમય સાથે ટ્રેન્ડ પણ બદલાયો છે. હવે એ બ્લેક કલર ક્લાસ અને સ્ટેટસ સિમ્બોલ મની ગયો છે. ફોરેન સ્ટાઈલ પ્રમાણે હવે આપણે ત્યાં પણ લગ્ન તથા રીસેપ્શનમાં બ્લેક પહેરવાની ફેશન આવી છે. વર્ષોથી વરરાજા તો બ્લેક શુટ પહેરતા જ હતા પરંતુ હવે કન્યાઓ પણ બ્લેકસાડી અને ડ્રેસીસમાં જોવા મળે છે.
વેડિંગ બ્લેક ડ્રેસમાં આ પ્રકારનાં ગોલ્ડન એમ્રોડરીવાલા વનપીસ કે ચણિયાચોલી આજકાલ લોકોમાં વધારે પસંદ થઈ રહી છે.
મેરેજની આજુબાજુનાં નાના મોટા ફન્કશનમાં આ પ્રાકારનાં બ્લેક સાથે બીજા કોઈ કલરનાં કોમ્બીનેશનમાં ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસીસ પહેરી શકાય છે.
જો તમને શિફોન અને થ્રેડ વર્ક પસંદ હોય તો વેડિંગ બ્લેકમાં એક વનપીસ આ પ્રકારનો પણ લઈ શકાય. આ ડ્રેસ તમને એથેનિકની સાથે ક્લાસી લૂક પણ આપશે.
આજકાલ રીસેપ્શનમાં વેડિંગ ગાઉન પહેરવાનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે. તેમાં પણ પેસ્ટલ કલરની સાથે બ્લેક કલર પણ ઈનડિમાન્ડ છે. સાટીન, સિલ્ક, શિફોન, શિમર અને નેટમાં પણ આ પ્રકારનાં વેડિંગ ગાઉન આપ પહેરી શકો છો.
પ્રસંગોમાં પહેલી પસંદ સાડીની થતી હોય છે. સાડીમાં પણ પહેલી પસંદ સિલ્ક સાડીની હોય છે. સિલ્કમાં સદાબહાર ફેશન એટલે કાન્જીવરમ. જો કોઈ દુલ્હનનાં ક્લાસી ટ્રૂઝોમાં કાન્જીવરમ સાડી ન હોય તો અધૂરુ લાગે. બ્લેક કલરમાં કાન્જીવરમ સાડી કોઈ પણ સ્ત્રીને એલિગન લૂક આપે છે.
બ્લેક અને રેડનું કોમ્બિનેશન દરેક ઉંમરની મહિલા માટે પ્રથમ પસંદગી હોય છે. તેમાં પણ જો સાડીની વાત હોય તો બનારસી સાડી, પૈઠણી, કસાઉ, ચંદેરી કે કોટન કોઈ પણ સાડીમાં બ્લેક સાથે રેડનું કોમ્બિશન સૈથી વધુ આંકર્ષક લાગે છે. તેમાં પણ જો લગ્ન પ્રસંગે બ્લેક સાડી પહેરવી હોય તો રેડનાં કોમ્બીનેશનમાં બેસ્ટ ચોઈસ રહેશે.
તો રાહ શેની જુઓ છો. આ વેડિંગ સિઝનમાં આપ પણ બ્લેક કલર ટ્રાય કરીને ક્લાસી અને ટ્રેન્ડી લૂક મેળવી શકો છો.