આધુનિક સમયમાં સફળતા હાંસલ કરવા માટે તમામ વ્યક્તિ દિન રાત એક કરીને રાખે છે. સફળતા હાંસલ કરવા માટે બનતા તમામ પ્રયાસો પણ કરવામાં આવે છે. દિન રાતની મહેનત અને અન્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કેટલાક લોકો સફળતા હાંસલ કરી શકતા નથી.સામાન્ય રીતે લોકોના મનમાં આવા જ પ્રશ્નો થતા રહે છે કે લાંબા સમય સુધી એક લક્ષ્યની પ્રાપ્તિ સુધી તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં અપેક્ષા મુજબની સફળતા મળી નથી. આનો જવાબ એ છે કે આપને તમારા નંબરની રાહ જાવી પડશે. દાખલા તરીકે કેટલીક વખત એવુ બને છે કે જ્યારે જમીનમાં બિયાને રોપવામાં આવે છે ત્યારે કેટલીક વખત ખાતર અને પાણી સહિત તમામ ચીજા આપવામાં આવી હોવા છતાં તેમાં કોઇ છોડ ઉગતા નથી.
પરંતુ યોગ્ય અવસર પર મૌસમ આવતાની સાથે જ તે માત્ર છોડ તરીકે જ દેખાતા નથી બલ્કે તેમાં પુષ્પ પણ આવે છે. લીલાના ફુલના બલ્બ સમગ્ર વર્ષ દરમિયાન જમીનની અંદર નિષ્ક્રિય રીતે રહે છે. ખુબ ખાતર અને પાણી આપવામાં આવે છે છતાં પણ તેમાં કોઇ હલચલ દેખાતી નથી. પરંત ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ મે મહિનાની અંદર તેમાં હિલચાલ જાવા મળે છે સાથે સાથે સુન્દર ફુલ પણ આવે છે. તેમાં ફુલ એ સમય પર આવે છે જ્યારે અન્ય છોડ અને ફુલ ગરમીના કારણે મુરઝાયેલા રહે છે. અમને રચનાત્મક વિચાર મનમાં રાખીને આગળ વધવાની જરૂર હોય છે. કારણ કે આ જરૂરી નથી કે જે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ સફળતા પણ એ જ દિશામાં મળશે. કેટલીક વખત સફળતા અજાણ દિશામાંથી આવી જાય છે. અમે અમારી સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વાત કરીએ તો આ બાબત સ્પષ્ટ થઇ જાય છે.
અમિતાભ બચ્ચનના જીવનમાં ધ્યાન આપવામાં આવે તો જાણી શકાશે કે પહેલી વખત જ્યારે અમિતાભ બચ્ચને આકાશવાણીમાં પોતાના આવાજને આપવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના અવાજનો મજાક કરવામાં આવ્યો હતો. આજે એજ અવાજ એક દાખલા તરીકે છે. અમે એક ટાર્ગેટને પાર પાડવા માટે વર્ષો સુધી લાગેલા રહીએ ચીએ છતાં લક્ષ્ય હાંસલ કરી શકતા નથી. જ્યારે અમે હતાશ થઇને બેસી જઇએ ત્યારે એકાએક ક્યારેય સફળતાના દર્શન થઇ જાય છે. ઓસ્ટ્રેલિયામાં વાંસની એક જાતિ હોય છે. જે એક દશક સુધી જમીનની અંદર પોતાની જડો ફેલાવતી રહે છે. પરંતુ જમીનની ઉપર તેની કોઇ હલનચલન દેખાતી નથી. પરંતુ એક દિવસ એવો આવે છે કે તે જમીનને ફાડીને બહાર નિકળે છે. મેકડોનાલ્ડના માલિક રિચર્ડ એન્ડ મોરિસને પોતાના જીવનના ઉતરાર્ધમાં સફળતા મળી હતી. પરંતુ આ એટલા માટે પણ મળી હતી કે કારણ કે તેઓએ જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની કુશળતા અજમાવી હતી.
આખરે મેકડોનાલ્ડ બર્ગરે તેમને જીવનભરની મહેનતના ફળ આપી દીધા હતા. જેથી જાણકાર નિષ્ણાંતો કહે છે કે સતત રચનાત્મક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. અમને સતત પ્રયાસો કરતા રહેવાની જરૂર હોય છે. દરેક ચીજ માટે એક તક હોય છે. એનો સમય હોય છે. જ્યારે અમે સફળતા.. કોઇ વ્યક્તિને શિખર પર નિહાળીએ છીએ ત્યારે તરત અમારા મનમાં પણ એ શિખર પર હોવાની બાબતની લાલચ જાગે છે. પરંતુ અમે એ ચીજ જાઇ શકતા નથી કે ક્યા ખતરનાક રસ્તાથી અને જટિલ રસ્તાથી ચાલીને તે ત્યાં પહોચી છે. જા અમે પણ તે વ્યક્તિની જેમ જ મક્કમતા સાથે શિસ્ત સાથે આગળ વધીએ તો ચોક્કસપણે સફળતા મળી શકે છે.
સફળતાના સંબંધમાં કહેવતછે કે સફળતા દરેક વ્યÂક્તને જીવનમાં મળે છે. પરંતુ તેનો સમય નક્કી કરી શકાતો નથી. જરૂર એ બાબતની છે કે વ્યક્તિ તટસ્થ રહીને પોતાના કામો કરતી રહે. જેથી જ્યારે તેને સફળતા મળે ત્યારે તે તેને સ્વીકાર કરવામાં પણ સક્ષમ રહે. સફળતાને પચાવી પાડવા માટેની બાબત પણ સરળ નથી.