આધુનિક સમયમાં આકર્ષક, સ્લીમ અને ફિટ શરીર તમામને પસંદ પડે છે. આ પ્રકારની બોડી પોતાને જ નહી બલ્કે અન્ય જાનાર લોકોને પણ પસંદ પડે છે. પરંતુ જ્યારે પેટ નિકળી જાય છે ત્યારે અમારી પર્સનાલિટી પહેલા જેવી રહી જતી નથી. પેટ બહાર આવી ગયા બાદ શરીર ખરાબ થવા લાગી જાય છે. ફિટનેસ બગડવા લાગી જાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વજન ક્યારપેય એકાએક વધતુ નથી. પરંતુ ધીમે ધીમે પૂર્ણ શરીરમાં વધે છે. જ્યારે પેટ થોડાકમાં પણ બહાર નિકળવા લાગે ત્યારે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. જેથી ફિટનેસને જાળવી શકાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે સ્થુળતા પોતાની સાથે હમેંશા બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ સહિતની બિમારીને લઇને આવે છે. સાથે સાથે પર્સનલ લાઇફ પણ ડિસ્ટર્બ થવા લાગે છે.
પુરતા પ્રમાણમાં ઉંઘ લેવાની બાબત ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે ભુખ લાગે છે તેના કરતા ઓછા પ્રમાણમાં ભોજન કરવાની જરૂર હોય છે. થાઇરાઇડ નિયમિત રીતે ચકાસી લેવાની પણ જરૂર રહે છે. સલાડનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો પણ સ્લીમ રહેવામાં મદદ મળે છે. કેટલાક યોગના આસન પણ ઉપયોગી સાબિત થાય છે. જેમાં સુર્યનમસ્કારનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો અને સંશોધકો હવે એક એવી રિસ્ટબેન્ડ શોધી કાઢવામાં સફળ રહ્યા છે જે તમામ લોકોને સ્લીમ રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આધુનિક સમયમાં ભાગદોડની દુનિયામાં લોકોની લાઈફ સ્ટાઈલ ખૂબ જ વ્યસ્ત બની ગઈ છે.
આવા સમયમાં લોકો જુદી જુદી તકલીફથી પરેશાન થયેલા છે. આ તમામ કારણોસર શરીર વધી જાય છે. સ્થૂળતાથી લોકો ગ્રસ્ત થયેલા છે. આવા સમયમાં ડાયટીંગ ઉપર લોકો ધ્યાન આપતા થયા છે. સવારે નિયમિતપણે કસરત અને જુદા જુદા પ્રકારના ડાઈટ લેવાનું લોકો પસંદ કરે છે. હવે રિસર્ચ સંશોધકોએ એક એવા બ્રેસલેટની શોધ કરી છે જે સ્લીમ રાખવામાં તથા વજનને કાબૂમાં રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ બ્રેસલેટ વજનને ખૂબ જ આરોગ્યના તરીકાથી ઘટાડશે. અપ બ્રેસલેટ કોઈપણ વ્યક્તિને વધુ સંતુલિત લાઈફ સ્ટાઈલ આપવામાં મદદરૂપ બનશે. હાથમાં બાંધવામાં આવનાર આ બ્રેસલેટ યુઝરની ખાવાની પ્રવૃત્તિ, તેની ટેવ, ઊંઘવાની ટેવ અને અન્ય તમામ એક્ટિવીટી ઉપર નજર રાખશે. આ વિશેષ પ્રકારના સાધનથી લોકોને આધુનિક સમયમાં મદદ મળશે. બ્રિટનના લોકપ્રિય અખબાર ડેલી મેલે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ બ્રેસલેટ ઊંઘની અછત ધરાવતા લોકો માટે જરૂરી સૂચન અને સંકેત પણ કરી શકશે. ઇતિહાસમાં પ્રથમ વખત લાઈફ સ્ટાઇલ રોગને રોકવામાં પણ મદદ મળશે.
હાથમાં બાંધવામાં આવનાર આ રિસ્ટ બેન્ડ અથવા તો બ્રેસલેટની કિંમત હજુ સુધી જારી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે આની કિંમત તમામ લોકોને પોસાય તેવી રાખવામાં આવશે. જુદા જુદા કલરોમાં વિશ્વાસ રાખનાર લોકો માટે પણ આ બેન્ડ ઉપલબ્ધ રહેશે. જુદા જુદા રંગના બેન્ડ લોકો પોતાની વસ્ત્રોની પસંદગી મુજબ પહેરી શકશે.તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહ્યા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહ્યા નથી. વિશ્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જારહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બેવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે.