અમદાવાદ : અમદાવાદના વિજય કાબરા અને તેમની પત્ની વિદ્યા કાબરાએ એક ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટ હાલની પરણીત મહિલાઓ, છુટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આઇઆઇએમમાંથી ગ્રેજ્યુએટ મિસ ખુરાના ગોયલ જે વોલ સ્ટ્રીટ બેંકના મેનેજિંગ ડિરેક્ટરની સાથે પત્ની અને માતા છે તેમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓનો સપોર્ટ અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા તેમને એક શક્તિશાળી મહિલાનું પ્રતિક બનાવે છે. હાલની મહિલાઓને એક સારી તક મળી રહે તે માટે આ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે.
જેમ તેમને સકારાત્મક રીતે સશક્ત બનાવે છે. આ પ્લેટફોર્મના ફાઉન્ડર્સ ઘણા વર્ષોથી આ ઇન્ડ્રસ્ટ્રી સાથે સંકળાયેલા છે, જેના થકી તેઓ જાણે છે પ્રતિભા દર્શાવતી ઘણી મહિલાઓને યોગ્ય તકો મળતી નથી. જેના માટે વી.પી.આર શ્રીમતિ ઇન્ડિયા નામની પહેલથી આ પ્રકારની મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે. વી.પી.આર.મિસિસ ઇન્ડિયા ૨૦૨૦ અતર્ગત ભારતના ૮ શહેરોમાં ઓડિશન્સ થશે. જેમાં મુંબઇ, અમદાવાદ, દિલ્લી, બેંગ્ગ્લોર, કોલકત્તા, પૂણે, લખનૌ અને જયપુરમાં ઓડિશન્સ થશે.
આ ઇવેન્ટ ટેલેન્ટ અને ગ્લેમર્સથી ભરેલી ૩ દિવસની હશે. જેમાં ફાઇનલિસ્ટ્સને જારી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓને વિવિધ ઇવેન્ટ્સ, ફેશન અને ફોટો શૂટ જેવા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તમામ ફાઇનલિસ્ટ્સની સાથે અંતિમ રાઉન્ડ અમદાવાદમાં થશે. નવેમ્બર ૨૦૧૯ના અંતના સપ્તાહમાં યોજાનારા ફાઇનલ અને સેમિફાઇનલ રાઉન્ડમાં દરેક પ્રતિભાશાળી મહિલા પોતાની ટેલન્ટ દેખાડશે.આ મહિલાઓને શૂટ, ફિટનેસ અને ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સના આધારે જજ કરવામાં આવશે.
દરેક પરણીત મહિલાઓ જેઓ પોતાની રોજિંદી લાઇફમાં ક્યાંક ફસાઇ ગઇ છે.પણ આ પ્લેટફોર્મ દ્વારા મહિલાઓ પોતાનામાં રહેલું ટેલન્ટ્ અને પોતાના સ્વપ્નને સાકારી કરી શકશે,સાથે અન્ય મહિલાઓને પ્રોસ્તાહિત પણ કરી શકે છે. વિજય કાબરાની સાથે અકાસ સદાસિવમ જે આરોગ્ય પ્રોટીનના સ્થાપક અને સીઇઓ છે તે પણ સંકળાયેલા છે. આ સુપરફૂડ શરીરના દરેક પોષક તત્વાને સંતુલિત કરે છે, સાથે સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. આ ઇવેન્ટ દરમિયાન ભાગ લેનારી તમામ મહિલાઓની ફિટનેસ અને ન્યુટ્રીશન્સને લઇને તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
વિજેતાઓને શોર્ટ ફિલ્મ, એડ શૂટ, પ્રિન્ટ શૂટ, ઇવેન્ટ એન્ગેજમેન્ટ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં તક આપવામાં આવશે.આ સાથે મહિલોને રોલ મોડલ્સ બનાવવા, સશક્ત બનાવવા, ચેરિટી, ફેશન અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાને લઇને પણ તક મળશે.ઇવેન્ટનો મુખ્ય ઉદ્દશે ભારતની મહિલાઓની શક્તિ અને ભાવનાઓને પણ સમુદ્ધ બનાવવાનો છે. આ રીતે આ કાર્યક્રમ આપણા સમાજમાં માટે એક હકારાત્મત પહેલ કરશે. આ કાર્યક્રમમાંથી ઊભી થતી તમામ પ્રકારની આવકનો ઉપયોગ વુમેન એમ્પાવર્મેન્ટમાં કરવામાં આવશે.
પ્રિયંકા ખુરાના ગોયલનું કહેવું છે કે, આ કોઇ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું નહોતું. આ સાથે મારા સ્વપ્નને પુરુ કરવા માટે આ કોઇ પ્રકારનું બહાનું પણ નહતું. મિસિસ ઇન્ડિયા અને મિસિસ અર્થે મારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારું વ્યાવસાયિક જીવન જ નહીં પર્સનલ લાઇફનો ગ્રાફ પણ ઊંચો જશે. પણ હાલ પર્સનલ લાઇફનો ગ્રાફ પર ઉપર જઇ રહ્યો છે. આ સાથે હું એવું શ્રેષ્ઠ કામ કરી શકું છે જે કોઇના જીવનમાં પરિવર્તન લાવી શકશે.
વિજય કાબરાનું કહેવું છે કે, હું માનું છું કે આજે કોઇપણ વ્યક્તિની પોતાની પ્રતિભા જાણવી ખુબ જ મહત્વની હોય છે. ખાસ કરીને આજની દુનિયામાં મહિલાઓની પાસે જે શક્તિ રહેલી છે તેને જાણવી ખુબ જરૂરી છે. જ્યારે આવી મહિલાઓની સામે તેમના ધ્યેય અને સ્વપ્ન આવતા હોય છે, ત્યારે તેમને ઉંમર કે પછી કોઇપણ પ્રકારની સ્થિતિ સામે લડી લેવા સક્ષમ હોય છે. આ પ્લેટફોર્મ આવી મહિલાઓને પોતાની પ્રતિભા દર્શાવવાની એક તક આપી રહ્યું છે.