ભારતીય મહિલાઓના આરોગ્યને લઇને ફરી એકવાર નવી ચર્ચા છેડાઇ ગઇ છે. આનુ મુખ્ય કારણ હાલમાં જારી કરવામાં આવેલા એક રિપોર્ટના તારણને ગણવામાં આવે છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં કુલ ૭૪ ટકા મહિલાઓમાં વિટામિન ડીની કમી રહેલી છે. વિટામિન ડીની કમીના કારણે અનેક પ્રકારની બિમારીઓને આમંત્રણ મળે છે. આ મામલામાં ઉત્તર ભારતમાં રહેતી મહિલાઓની સ્થિતી સૌથી ખરાબ હોવાનુ સપાટી પર હવે આવ્યુ છે. વિટામિન ડી શરીર માટે ખુબ ઉપયોગી છે. આવી સ્થિતીમાં વિટામિન ડીની કમી હોવાની સ્થિતીમાં મહિલાઓને જુદી જુદી તકલીફ થાય છે.
જેમાં ઓસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ, જાડમાં પીડા અને પગમાં સોઝા જેવી બાબતનો સમાવેશ થાય છે. દિલ્હી મેડિકલ એસોસિએશન ના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર ફિજિશિયન ડોક્ટર અનિલ બંસલ કહે છે કે ભારતીય મહિલાઓમાં વિટામિન ડીની કમીનુ મુખ્ય કારણ એ હોય છે કે દેશમાં મોટા ભાગની મહિલાઓ સાડી, સલવાર કુરતા પહેરે છે. જેના કારણે તેમના શરીરવિટામિન ડી બનાવનાર મુખ્ય †ોત સુરજની કિરણોને પૂર્ણ રીતે ઢાકી દે છે. હજુ સુધી સ્થાનિક મહિલાઓમાં જ અથવા તો ઘરમાં રહેતી મહિલાઓમાં વધારે પ્રમાણમાં વિટામિન ડીની કમી રહેતી હતી. કારણ કે નોકરી કરતી મહિલાઓ પણ વધારે સમય સુધી ઓફિસમાં રહે છે. જેથી સુર્ય પ્રકાશથી વંચિત રહે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે કુદરતી રીતે શરીરમાં વિટામિન ડીની કમીને રોકવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન તરીકે સુર્યની રોશની છે. જા સવારે અથવા તો સાંજે આશરે એક કલાક સુધી સુર્યની સામે રહેવામાં આવે તો વિટામિન ડીની કમીથી બચી શકાય છે. વિટાંમિન ડી સપ્લીમેન્ટ પણ લઇ શકાય છે.
વિટામિન ડી ઇન્ડાના પીળા હિસ્સામાં હોય છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક વ્યાપક અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીના ઓછા પ્રમાણના કારણે ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. વિટામિન ડીની અછત હાર્ટ સાથે સંબંધિત રોગ માટે પણ જવાબદાર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીનું પૂરતુ પ્રમાણ અતિ જરૂરી છે. ઓછુ પ્રમાણ ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. ૧૦ હજારથી વધુ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીની અછત ૭૦ ટકા લોકોમાં જાવા મળી છે અને તેમનામાં હાર્ટ સાથે સંબંધતિ રોગનો ખતરો વધારે રહે છે. વિટામિન ડીની અછત ધરાવનાર લોકોના મોતનો ખતરો પણ વધારે રહે છે. આ અછતને દૂર કરવાની બાબત જરૂરી પોષકતત્વોને લઇને જાડાયેલી છે. પોષકતત્વો સાથે અછતને દૂર કરવાથી મોતનો ખતરો ૬૦ ટકા ઘટી જાય છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટ સાથે સંબંધિત રોગ અને વિટામિન ડીની અછત વચ્ચે સીધો સંબંધ છે. આ સંબંધ પણ ખૂબ જ મજબૂત છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર ડાp. જેમ્સે કહ્યું છે કે, અપેક્ષા કરતા પણ વધુ નક્કર પુરાવા મળ્યાં છે. વિટામિન ડીની અછત ઘણાં રોગો સાથે સંબંધ ધરાવે છે.
દર્દીઓને ધ્યાનમાં લઇને જરૂરી દવાના સૂચન પણ કરવામાં આળ્યાં છે. કાર્ડિયોલોજીસ્ટોનું કહેવું છે કે, વિટામિન ડીની અછત ધરાવતા લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો બે ગણો રહે છ. આ ઉપરાંત હાઈ બ્લ્ડ પ્રેશર થવાનો ખતરો ૪૦ ટકા વધુ રહે છે અને કાર્ડિયો થવાનો ખતરો ૩૦ ટકા વધારે હોય છે. એકંદરે વિટામિન ડીની અછત ધરાવતાં લોકોમાં કોઇપણ કારણસર મૃત્યુનો ખતરો ત્રણ ગણો વધારે છે. અભ્યાસમાં આ બાબત સાબિત થઇ શકી નથી. વિટામીન ડીની અસર શુ થાય છે. અગાઉના સંસોધનોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે, મોટાભાગના અમેરિકનોના શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામિન ડીની સપાટી નથી. નવેસરના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશનના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૫થી ૫૭ ટકા પુખ્ત વયના લોડોમાં ડીનું અપુરતુ પ્રમાણ છે. અન્ય અભ્યાસ સુચવે છે કે, વિટામિન ડીની અછત ઘાતક છે. વિટામીન ડીની અછતથી ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસથી આ બાબત સાબિત થઇ ચુકી છે. વિટામીન ડીના પ્રમાણને વધારવા પોષકતત્વો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં ઓઇલી ફિશ, ઇંડા અને દૂધ પેદાશોનો સમાવેશ થાય છે. સૂર્ય પ્રકાશથી પણ વિટામીન ડી મેળવી શકાય છે. ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી સૂર્ય પ્રકાશમાં ગરમીની સિઝનમાં રહીને વિટામીન ડી મેળવી શકાય છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, સૂર્યમાંથી વિટામીન ડી ઉપલબ્ધ થાય છે. આશરે ૯૦ ટકા વિટામીન ડી સૂર્યમાંથી જ મળે છે. આશરે ૧૦ ટકા વિટામીન ડી ખાદ્ય ચીજવસ્તુઓમાંથી મળે છે.