લિંબુમાં વિટામીન સી ભરપુર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળી ગયું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે લીંબુમાં વિટામીન સીના પૂરતા પ્રમાણ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લીંબુમાં રોગપ્રતિકારક શક્તિનું પણ પ્રમાણ ખૂબ વધારે હોય છે જેથી ઇન્ફેક્શનની તકો પણ ઘટી જાય છે.

લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીવાયરલ તત્વો પણ રહેલા હોય છે જેના લીધે ફ્લુ અને શરદી ગરમી જેવી તકલીફથી પણ રાહત મેળવવામાં લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. લેમન જ્યુસ પીવાની સલાહ તબીબો દ્વારા અભ્યાસના ભાગરૂપે આપવામાં આવી છે. લોહીને સ્વસ્થ બનાવવામાં પણ તેની ભૂમિકા હોવાનો દાવો નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. શરીરમાંથી ટોક્સીનના પ્રમાણને દૂર કરવામાં તેની ભૂમિકા રહેલી છે. લેમનનો ઉપયોગ આધુનિક સમયમાં કોસ્મેટીક ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે.

આનો ઉપયોગ એરોમાં થેરાપી માટે પણ થવા લાગ્યો છે. ફ્રેશનેશનો અનુભવ થાય તે માટે જુદી જુદી સારવાર માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હાથ અને પગમાં ઓછા પ્રમાણમાં લીબું સાથે સંબંધિત પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના પણ ફાયદા રહેલા છે.

 

 

Share This Article