VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

~ 20 ફેબ્રુઆરીથી શરૂ કરીને 26 ફેબ્રુઆરી 2024 સુધી ગ્રાહકો
ફક્ત રૂ. 5,555* (કરો અને ફી સહિત) ટિકીટ્સ મેળવી શકશે ~

મુંબઇ: યર ઓફ ડ્રેગનના વર્ષની ઉજવણી નિમીત્તે, વિયેતનામની અગ્રણી આધુનિક કેરિયર વિયેતજેટ દ્વારા એક્સક્લુસિવ ઓફર રજૂ કરવામાં આવી છે: એક બાજુની તમામ કર ફી સહિતની ઇકોનોમિની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રુટ ટિકીટ્સની કિંમત રૂ. 5555(*) રહેશે. વધુમાં પેસેન્જરો બિઝનેસ ટિકીટ્સ પર 20% ડિસ્કાઉન્ટનો પણ લાભ ઉઠાવી શકશે.

VJ aircraft

આ પ્રમોશન 20 ફેબ્રુઆરી 2024થી (12.00 કલાક)થી 26 ફેબ્રુઆરી 2024 (23.59 કલાક સુધી) ચાલશે, જે પેસેન્જર્સને તેમના પરિવારો અને મિત્રો સાથે લુનાર નવા વર્ષના સુયગાળામાં મુસાફરી કરવાની તક આપશે. આ પ્રમોશનમાં 1 એપ્રિલથી 30 નવેમ્બર 2024 સુધીની ફ્લાઇટ્સ શિડ્યૂલને આવરી લેવામાં આવ્યા છે. વધુમાં, જે લોકો આંતરરાષ્ટ્રીય અથવા કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં બુકીંગ કરાવે છે તેમને SPRINGBU20 કૉડ લાગુ પાડતા બિઝનેસ ટિકીટ્સ પર 20% ડીસ્કાઉન્ટનો લાભ પણ મળશે. પેસેન્જર્સ તેમની જાતે જ www.vietjetair.com પર અને વિયેતજેટ એર મોબાઇલ એપ્સ પર આ લાભ ઠાવી શકે છે.

નવી વસંત ઋતુની ઉજવણીમાં પેસેન્જર્સ વિયેતનામના અનેક આકર્ષક ડેસ્ટીનેશન્સની મુલાકાતનું આયોજન કરી શકે છે. એરલાઇન વિયેતનામના શહેરોમાંથી વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે જેમાં ચેન્ગ્ડુ, શાંગાઇ (ચીન) ઓસ્ટ્રેલિયા, જાકાર્તા (ઇન્ડેશિયા), વિયેતાયેન (લાઓસ) અને સિમ રિપ (કંબોડીયા)નો સમાવેશ થાય છે. પ્રત્યેક મુસાફરી દરેક માટે નવી અને અદભૂત ચીજો શોધવાની અને નવી વસંતમાં પોતાના નવી અભિવ્યક્તિની ખોજ કરવાની અદભૂત તક પૂરી પાડે છે.

VJ cabin crew

વર્ષની શરૂઆત યોગ્ય રીતે કરવા માટે, બિઝનેસ ટિકિટ સાથે ઉડાન ભરનારા મુસાફરો સંપૂર્ણ રીતે પ્રીમિયમ સુવિધાઓનો આનંદ માણી શકે છે, જેમાં સમર્પિત ચેક-ઇન વિસ્તાર અને પ્રવેશ, વૈભવી લાઉન્જ, ફ્લેટબેડ બેઠકો સાથેની ખાનગી કેબિન અને 10,000 મીટરની ઊંચાઈએ વિવિધ આંતરરાષ્ટ્રીય વાનગીઓ સાથે ઓર્ગેનિક ફૂડનો સમાવેશ થાય છે. એરલાઇન તમામ મુસાફરોને મફત સ્કાય કેર મુસાફરી વીમો ઓફર કરે છે, તેમની મુસાફરી દરમિયાન સંપૂર્ણ માનસિક શાંતિ અને તમામ ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

એરલાઇન હાલમાં ભારતના પાંચ મોટા શહેરોમાં દર સપ્તાહે મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લીમાં 35 રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટ્સ ચલાવે છે.

Share This Article