– વિએતનામની સૌથી મોટી ખાનગી કેરિઅર કંપની વિએતજેટ દ્વારા આજે ભારતમાં તેમની કામગીરીઓ વધુ મજબૂત કરવામાં આવી છે જે હવાઇ મુસાફરોને ભારત અને વિયેતનામ વચ્ચેનું અત્યાર સુધીનું સૌથી મોટું ફ્લાઇટ નેટવર્ક પૂરું પાડે છે. દિલ્હી અને મુંબઇને દેશ સાથે જોડ્યા પછી, વિયેતજેટ દ્વારા અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ ખાતે નવા પ્રાદેશિક હબની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિયેતનામના મુખ્ય શહેરો માટે 11 નવી સીધી ફ્લાઇટ્સ ઉમેરવામાં આવી છે અને સપ્ટેમ્બરથી તેના ભારત-વિયેતનામના ફ્લાઇટના નેટવર્કમાં કુલ 9 રૂટ પર ફ્લાઇટ સેવાની કામગીરી શરૂ થઇ જશે.
વિએતજેટના ભારતમાં વિસ્તરણ પર એકનજર: વિએતજેટના 13 નવા રૂટ ભારતથી વિએતનામને જોડે છે રૂટ સાપ્તાહિક ફ્રિક્વન્સી લોન્ચિંગ તારીખ અમદાવાદ હો ચી મિન્હ સિટી 4 ફ્લાઇટ સપ્ટેમ્બર 30 બેંગલોર નવેમ્બર 2 હૈદરાબાદ ઓક્ટોબર 8 અમદાવાદ હેનોઇ 4 ફ્લાઇટ સપ્ટેમ્બર 27 બેંગલોર નવેમ્બર 2 હૈદરાબાદ ઓક્ટોબર 7 નવી દિલ્હી દા નાંગ 4 ફ્લાઇટ ઓક્ટોબર 18 મુંબઇ 3 ફ્લાઇટ સપ્ટેમ્બર 17 અમદાવાદ 4 ફ્લાઇટ ડિસેમ્બર 1 બેંગલોર નવેમ્બર 28 હૈદરાબાદ નવેમ્બર 29 નવી દિલ્હી ફુ ક્વોક 3 ફ્લાઇટ સપ્ટેમ્બર 9 મુંબઇ 4 ફ્લાઇટ ભારતમાં વિએતજેટના કાર્યરત રૂટ રૂટ સાપ્તાહિક ફ્રિક્વન્સી લોન્ચિંગ તારીખ નવી દિલ્હી હો ચી મિન્હ સિટી 4 ફ્લાઇટ કાર્યરત મુંબઇ નવી દિલ્હી હેનોઇ 4 ફ્લાઇટ કાર્યરત મુંબઇ 3 ફ્લાઇટ |
હનોઇ, હો ચી મિન્હ શહેર અને દરિયાકાંઠાના સુપ્રસિદ્ધ શહેર ડા નાંગના નવ નવા રૂટ આ વર્ષના ચોથા ત્રિમાસિક તબક્કામાં કાર્યરત થઇ જશે. દિવાળીની ઉજવણીના સમયે જ, મુંબઇ/નવી દિલ્હીથી દા નાંગ સહિતના બે અન્ય રૂટ પણ કાર્યરત થઇ જશે.
17-રુટ પર કાર્યરત થવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી કરવા માટે, આ એરલાઇન દ્વારા https://www.vietjetair.com પર 19 થી 21 જુલાઇ, 2022 સુધી INR 17 (*) થી શરૂ થતી 18,688 સુપર લો-ફેર એટલે કે અત્યંત ઓછા ભાડાની ટિકિટો આપતા વિશેષ પ્રમોશનની શરૂઆત પણ કરવામાં આવી છે. લાગુ થવા પાત્ર મુસાફરીનો સમયગાળો 15 ઑગસ્ટ 2022 થી 26 માર્ચ 2023 (**) સુધીનો છે, જે બંને દેશો વચ્ચેના તમામ રૂટ પર લાગુ થાય છે.
એરલાઇન દ્વારા તાજેતરમાં નવી દિલ્હી, મુંબઇથી હેનોઇ અને હો ચી મિન્હ શહેરને જોડતા નવા ડાયરેક્ટ રૂટ્સના પ્રારંભ બાદ આ જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મુંબઇ તેમજ દિલ્હીને દક્ષિણ-પૂર્વ એશિયાના ખૂબ જ પસંદગીના બીચ મુકામ ફુ ક્વોક આઇલેન્ડ સાથે જોડવાનું આયોજન છે જે સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.
નવી સીધી ફ્લાઈટ્સ ભારતીય પ્રવાસીઓ માટે માત્ર વિયેતનામની મુસાફરી વધુ સરળ અને સસ્તી બનાવશે તેવું નથી પરંતુ તેનાથી દક્ષિણપૂર્વ એશિયાના અન્ય સ્થળો જેમ કે બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર અને સિંગાપોર અથવા ઉત્તરપૂર્વ એશિયાના સિઓલ, બુસાન, ટોક્યો, ઓસાકા, ફુકુઓકા, નાગોયા અને તાઈપેઈ, વગેરે સાથે પણ જોડાઇ શકાશે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નેટવર્કના વિસ્તરણ અંગે ટિપ્પણી કરતા, વિયેતજેટના કોમર્શિયલ ડાયરેક્ટર જય એલ લિંગેશ્વરાએ કહ્યું હતું કે: “જેમ કે આખી દુનિયા મુસાફરી માટે ફરી ખુલી રહી છે અને ભારત-વિયેતનામ રૂટ પરના અમારા વર્તમાન પ્રતિભાવો ઉત્તમ છે તેથી, અમે હવે ભારતમાં ફ્લાઇટના પરિચાલનમાં વિસ્તરણ કરવા અને તેમાં વધારો કરવાની કામગીરીને પ્રાથમિકતા આપીએ છીએ. વિયેતનામના પોતાના પ્રવાસી આકર્ષણોને ધ્યાનમાં રાખતા તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ માટે આ દેશ એક આદર્શ સ્થળ બની રહ્યો છે તેમજ એશિયાના દક્ષિણ, પૂર્વ અને ઉત્તરના સ્થળોનો જોડતો એક સેતૂ પણ બની રહ્યો છે અને દુનિયાના તમામ પ્રવાસીઓ માટે ખરેખર એક સંપૂર્ણ પેકેજ સમાન છે.”
તેમણે ઉમેર્યું હતુ કે, “ભારતના તમામ મોટા શહેરોથી વિયેતનામ અને દક્ષિણપૂર્વ એશિયા સુધી વિયેતજેટના ફ્લાઇટ નેટવર્કનાં વિસ્તરણની મદદથી, વિયેતજેટ હવે પ્રવાસીઓને તેમના સપનાંની સફર અને અનુભવોને સૌથી વધુ પરવડે તેવા ભાવે સાકાર કરવામાં મદદરૂપ થવા માટે વધુ સુગમતા, અવિરતતા કનેક્ટિવિટી પૂરી પાડે છે. અમારા પ્રયાસો પાછળનો મૂળ ઉદ્દેશ્ય અમારા ભારતીય પ્રવાસીઓ માટે વેકેશન અને બિઝનેસને લગતી મુસાફરીઓની માંગમાં સતત થઇ રહેલી વૃદ્ધિને અનુરૂપ બહેતર કનેક્ટિવિટી સક્ષમ કરવાનો છે.”
વિએતનામે કોવિડ-19 સંબંધિત લાગુ કરવામાં આવેલા તમામ આગામનના નિયમનોને હટાવી દીધા છે અને પ્રવાસીઓ દેશમાં આવીને સંપૂર્ણપણે મહામારી પહેલાંની જેમ જ પર્યટનનો સંપૂર્ણ આનંદ માણી શકે છે. ભારતમાંથી આવતા મુસાફરો ઇ-વિઝા માટે સરળતાથી અરજી કરી શકે છે અને તેમના વિએતનામના પ્રવાસનો આનંદ માણી શકે છે. ખાસ કરીને, ફૂ ક્વોકની મુલાકાતે આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ 30-દિવસ સુધી વિઝા લેવામાંથી મુક્તિ માટે પાત્રતા ધરાવે છે, જેથી સ્વર્ગ સમાન આ ટાપુ પર ઉપલબ્ધ અનેક સારી જગ્યાઓ અને પર્યટનનો તેઓ અનુભવ અને આનંદ લઇ શકે છે.
દક્ષિણ-પૂર્વ એશિયાના હાર્દમાં આવેલું અને ભવ્ય સંસ્કૃતિ, વિવિધ કુદરતી મનોહર દૃશ્યો, સ્વાદિષ્ટ ભોજન અને મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકોનું ઘર એવું વિએતનામ તાજેતરના વર્ષોમાં પસંદગીના મુકામ તરીકે ઉભરી આવ્યું છે અને દુનિયાભરમાંથી વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે અને અગ્રણી વૈશ્વિક પ્રવાસન મેગેઝિનમાં નિયમિતધોરણે તેની પ્રશંસા થઇ રહી છે. ભારતીય પર્યટકો માટે પણ તે આકર્ષકનું મુકામ બન્યું છે.
દેશની રાજધાની તરીકે, હનોઇ એક હજાર વર્ષ કરતાં વધુ લાંબો ઇતિહાસ ધરાવે છે, જ્યાં મનોરમ્ય તળાવો, ચહેલપહેલથી ધબકતા જૂનાં વિસ્તારો અને આકર્ષક હેરિટેજ ઇમારતોની હરોળ જેવા અનોખા શહેરી વિસ્તારો આવેલા છે. દરમિયાન, હો ચી મિન્હ સિટી, દેશનું સૌથી મોટું આર્થિક, નાણાકીય અને પર્યટનનું કેન્દ્ર છે, જે અતુલ્ય રેસ્ટોરન્ટ્સ, શોપિંગ, નાઇટલાઇફ અને ઐતિહાસિક લેન્ડમાર્ક્સ ધરાવતું એક જીવંત મુકામ છે. મધ્ય વિએતનામમાં આવેલું, ડા નાંગ દુનિયાનું સુપ્રસિદ્ધ દરિયાકાંઠાનું સ્થળ છે અને ત્યાં આવેલા ગોલ્ડન બ્રીજ તેમજ ડ્રેગન બ્રીજ જેવા આઇકોનિક લેન્ડમાર્ક્સના કારણે તાજેતરના વર્ષોમાં દુનિયાભરના પર્યટકોમાં તેણે આકર્ષણ જમાવ્યું છે. આ શહેર વિએતનામમાં પર્યટનના અન્ય આકર્ષણોના પ્રવેશદ્વાર તરીકે પણ ભૂમિકા નિભાવે છે, જેમાં પ્રાચીન નગર હોઇ એન, હ્યુ શહેરમાં ભૂતપૂર્વ શાહી કિલ્લો અને અદભૂત ગુફાઓના ઘર તરીકે જાણીતા ક્વોંગ બિન્હનો સમાવેશ થાય છે.
“ધ પર્લ આઇલેન્ડ” તરીકે ઓળખાતું, ફૂ ક્વોક તાજેતરના વર્ષોમાં દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી વધુ લોકપ્રિય દરિયાકાંઠાનું પર્યટનનું સ્થળ બની ગયું છે. તેના આકર્ષક દરિયાકિનારા, અદભૂત રિસોર્ટ્સ અને રોમાંચક આરામ અને મનોરંજનની સગવડો કારણે તાજેતરમાં આ ઉષ્ણકટિબંધીય ટાપુએ ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષિત કર્યા છે.