શાકભાજી હાર્ટ ફિટ રાખે છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજા ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.

સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ જરૂરી છે. વ્યક્તિગતો અને વસતીનાં સ્તરમાં સીવીડી સંબંધિત મોતને રોકવા હેલ્થી ઈટિંગની ટેવ રાખવી જોઈએ. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે.

Share This Article